Western Times News

Gujarati News

મધ્યમ વર્ગની આકાંક્ષાઓ દેશની પ્રગતિને વેગ આપે છેઃ પીએમ મોદી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં મધ્યમ વર્ગની ભૂમિકાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમની અપેક્ષાઓ દેશની પ્રગતિને વેગ આપે છે.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગેની ચર્ચાનો જવાબ આપતાં તેમણે યાદ અપાવ્યું હતું કે સરકારે ૧૨ લાખ સુધીની આવક ટેક્સ-ળી કરીને મધ્યમ વર્ગના હાથમાં વધુ પૈસા આપે તેવું સુનિશ્ચિત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ૨૦૧૩માં માત્ર બે લાખની આવક જ આવક વેરામાંથી મુક્તિને પાત્ર હતી.

હાલ અમે ૭૦ વર્ષની વધુ વયના લોકોને આયુષમાન યોજના હેઠળ લાભો આપી રહ્યા છીએ. ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છીએ. જે તેમના માટે ગર્વની વાત છે.

ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર ‘સંતુષ્ટીકરણ’માં નહિ કે ‘તુષ્ટિકરણ’ની નીતિમાં માને છે અને તેણે સમાજમાં કોઇ ઘર્ષણ ન થાય તેને ધ્યાનમાં રાખી ૧૦ ટકા ઇડબ્લ્યુએસ ક્વોટા સહિત અનામતને લગતા અનેક હકારાત્મક પગલા લીધા છે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ‘આજે સમગ્ર વિશ્વે ભારતની ક્ષમતાની ઓળખ કરવાની શરૂઆત કરી છે.’

પીએમ મોદીના ભાષણની ટીકા કરતા કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે માત્ર ‘ઇતિહાસ’માં રાચતી વ્યક્તિ કેવીરીતે વર્તમાન અને ભાવિનું ઘણતર કરી શકે? વિરોધ પક્ષે આક્ષેપ કર્યાે હતો કે વડાપ્રધાનની સ્પીચ ‘ઝુટ્ઠાણાંથી ભરેલી અને અર્ધસત્ય’ છે.

ખડગેએ દાવો કર્યાે હતો કે આ સરકારના હાથમાં દેશનું ભાવિ અંધકારમય છે. બેરોજગારી, ફુગાવા, આર્થિક અસમાનતા, મંદી, ઘટતા જતા રૂપિયા, ઘટતું ખાનગી રોકાણ સહિતના મુદાઓ પર ચર્ચાને બદલે પીએમ મોદી કોંગ્રેસને શ્રાપ આપ્યા રાખે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.