સીએએની વિરૂધ્ધ પ્રદર્શનકારીઓનું ૨૯મીએ ભારત બંધનું એલાન
નવીદિલ્હી, શાહીનબાગમાં ગત એક મહીનાથી નાગરિકતા સંશોધન કાનુન(સીએએ)ની વિરૂધ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પ્રદર્શનકારીઓએ હવે ભારત બંધનું આહ્વાન કર્યું છે પ્રદર્શન કરી રહેલ લોકોએ ૨૯ જાન્યુઆરીએ ભારત બંધ બોલાવ્યું છે આ સાથે જ પ્રદર્શનકારીઓએ કહ્યું છે કે અમને કોઇ શક્તિ અહીંથી હટાવી શકે તેમ નથી પ્રદર્શનકારીઓ અહીંથી હટવા માટે બિલકુલ તૈયાર નથી જા કે આ પ્રદર્શનથી ખુબ લોકોને ખુબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક લોકો સુપ્રીમ કોર્ટમાં પ્રદર્શનની વિરૂધ્ધ અરજી દાખલ કરી ચુકયા છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ દિલ્હી પોલીસને યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતાં જયારે પ્રદર્શનમાં બાળકો સામેલ હોવા પર રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગે સખ્ત નારાજગી વ્યકત કરી છે તેમણે આ મામલો ધ્યાનમાં લેતા જીલ્લા અધિકારીથી ૧૦ દિવસોની અંદર રિપોર્ટ માંગી લીધો છે. પરંતુ પ્રદર્શનકારી છે કે માનતા નથી તેમણે પડકાર આપતા કહ્યું કે દુનિયાની કોઇ તાકાત અહીંથી અમને હટાવી શકે તેમ નથી જયારે અન્ય લોકોને આશા હતી કે હવે પ્રદર્શન ખતમ થઇ પરંતુ પ્રદર્શનકારીઓએ એક પગલુ આગળ વધતા ભારત બંધનું આહ્વાન કર્યું છે.
એ યાદ રહ કે આ પહેલા આઠ જાન્યુઆરીએ શ્રમિક સંગઠનો દ્વારા દેશવ્યાપી ભારત બંધ બોલાવવામાં આવ્યું હતું ભાકપા,માકપા તથા અન્ય ડાબેરી પક્ષો અને બંધનું આહ્વાન કરનાર ટ્રેડ યુનિયનોના નેતા પોત પોતાની પાર્ટીઓના ઝંડા નીચે માર્ગો ઉપર ઉતરી આવ્યા હતાં તેમણે નરેન્દ્ર મોદી સરકારની જન વિરોધી અને મજદુર વિરોધી નીતિઓની વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.
જયારે પ્રદર્શનકારીઓમાં સામેલ મુÂસ્લમ અને અન્ય લધુમતિઓ કાર્યકરોએ પણ નાગરિકતા કાનુનને રદ કરવાની માંગ કરી હતી તેમણે એનપીઆર અને એનઆરસીની વિરૂધ્ધ પણ સુત્રોચ્ચાર કર્યા હતાં વિશાખાપત્તનમ સ્ટીલ પ્લાંટ (વીએસપી)માં પણ ટ્રેડ યુનિયમોના નેતાઓની સાથે હડતાળી કર્મચારીઓ અને ડાબેરી નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતાં ટ્રેડ યુનિયનોના નેઓની સાથે હડતાળી કર્મચારીઓ અને ડાબેરી પક્ષોના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યા ટ્રેડ યુનિયમોનો દાવો છે કે સ્ટીલ પ્લાંટના ૩૦,૦૦૦ કર્મચારીઓ ભારત બંધમાં ભાગ લીધો હતો.પ્રદર્શનકારીઓએ પોસ્કો ગો બેંકના પણ સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમનું કહેવુ છે કે સરકાર દક્ષિણ કોરિયાઇ સ્ટીલ નિર્માતા પોસ્કોની સાથે સંયુકત ઉદ્યમની આડમાં વીએસપીનું ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી હતી.