વિકીને દોઢ મહિનો બ્રેક લેવો પડ્યો છાવાના આ ટોર્ચર સીન પછી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Chava.webp)
મુંબઈ, વિકી કૌશલની ‘છાવા’ના ટીઝર અને ટ્રેલરથી ફિલ્મ રસિકોમાં હાલ તો ફિલ્મ બાબતે ઘણો ઉત્સાહ છે, કારણ કે છત્રપતિ સંભાજી મહારાજના રોલ માટે વિકી કૌશલે ઘણી મહેનત કરી છે.
આ ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે તાજેતરમાં ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકરે વિકી વિષે કહ્યું હતું કે તેણે કઈ રીતે આ ફિલ્મમાં જીવ અને આત્મા રેડી દીધાં હતાં.
લક્ષ્મણ ઉટેકરે એક કિસ્સો કહ્યો હતો જેમાં વિકી કૌશલને એક શૂટ માટે આખી રાત બાંધી રાખ્યો હતો. તેમાંથી કંઈ પણ કરવા માટે વિકીએ જરા પણ આનાકાની કરી નહોતી. આ શૂટના અંતે વિકીને ઇજાઓ પણ થઈ હતી અને તેના કારણે તેને દોઢ મહિનો બ્રેક પણ લેવો પડ્યો હતો.
લક્ષ્મણ ઉટેકરે કહ્યું, “ટોર્ચર સીન શૂટ કરતી વખતે અમને અંદાજ આવ્યો કે એ જ દિવસે છત્રપતિ સંભાજી મહારાજને પણ ટોર્ચર કરવામાં આવ્યા હતા. યોગાનુયોગ અમે એ જ દિવસે એ જ ઘટના શૂટ કરી રહ્યા હતા.”વિકીની ઇજાઓ વિશે ઉટેકરે કહ્યું, “આખી રાત વિકીના હાથ દારેરડાં સાથે બંધાયેલાં હતાં. જ્યારે અમે એ દોરડાં કાઢ્યાં તો એના હાથ નીચે થઈ શકતા નહોતા. એ જકડાઈ ગયા હતા.
અમારે તેના કારણે દોઢ મહિનો બ્રેક લેવો પડ્યો હતો. એ સમય દરમિયાન અમારે સેટ તોડી પાડવાનો હતો. તેથી અમે તેને રિકવરીનો સમય આપ્યો. પછી અમે ફરી સેટ બનાવ્યો અને આગળનું શૂટિંગ શરૂ કર્યું.” આ ફિલ્મ ૧૪ ફેબ્›આરીએ રિલીઝ થશે.SS1MS