‘ઇક્કીસ’માં જયદીપ આહલાવત અને ધર્મેન્દ્ર સાથે સિકંદર ખેર પણ જોડાયો

મુંબઈ, શ્રીરામ રાઘવનની ફિલ્મ અણધાર્યા વળાંકો અને ધારી ન શકાય એવી વાર્તાઓ માટે જાણીતી હોય છે. તેઓ હવે એક નવા વિષય સાથે આવી રહ્યા છે, તે વાર ફિલ્મ ‘ઇક્કિસ’ બનાવી રહ્યા છે. જેમાં જયદીપ આહલાવત, ધર્મેન્દ્ર તેમજ અગત્સ્ય નંદા જેવા ટેલેન્ટેડ કલાકારો કામ કરી રહ્યા છે.
હવે તેમની સાથે આ ફિલ્મમાં હવે સિકંદર ખેર પણ જોડાયો છે. સ્વાભાવિક છે કે, સિકંદર પણ કોઈ આર્મી ઓફિસરના રોલમાં જ જોવા મળશે, ભારતીય સેના જે પ્રકારની કોઈ પણ પડકારો સામે લડી લેવાની ક્ષમતા, શિસ્ત અને વીરતા માટે જાણીતી છે તે પણ આ ફિલ્મમાં જોવા મળશે જ. આ રોલ માટેની તૈયારી સિકંદરે શરૂ કરી દીધી છે.
આ ફિલ્મ અંગે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરતા સિકંદરે કહ્યું, “મને હંમેશા શ્રીરામ રાઘવનની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હતી. તેમની ફિલ્મ મેકિંગના ભાષા ઘણી અલગ હોય છે.
આ વાર્તાનો દૃષ્ટિકોણ ઘણો અલગ હશે, તે જે રીતે ખુલે છે અને પકડ જમાવે છે, ખાસ મારા માટે એક કલાકાર તરીકે મને હંમેશા તેમની ફિલ્મનો ભાગ બનવાની ઇચ્છા હતી.”આગળ સિકંદરે જણાવ્યું, “અમારી સાથે દિનેશ વિજાન જેવા લિજેન્ડરી પ્રોડ્યુસર છે. તેમણે જે પ્રકારની ફિલ્મો બનાવી છે અને આજે તેઓ જે પ્રકારની ફિલ્મનો ટેકો કરી રહ્યા છે અને વિષયમાં જે રીતે ભરોસો મુકે છે તે જોરદાર હોય છે.
તેમની સાથે મેડોકના પૂનમ વિજાન મળીને એક જોરદાર ટીમ બને છે. એક્ટર હોવાની એક સૌથી મજાની વાત એ છે કે તમને એવા કામ કરવા મળે છે, જે તમે સામાન્ય રીતે કરી શકતા નથી. તમને એવી અને એટલી બધી વસ્તુઓ શીખવા અને જોવા મળે છે જે જે તમને એ સિવાય અનુભવ કરવા ન મળે.”સિકંદર ખેરે અંતે જણાવ્યું, “આવું જ કંઈક ઇક્કિસમાં પણ થઈ રહ્યું છે.
સૈનિકોના જીવન પર આધારીત ફિલ્મ, જેમાં યુદ્ધ અને અમે જે વીર સૈનિકોનો રોલ કરીએ છીએ તે માત્ર ગૌરવ જ નહીં પણ ભાગ્યશાળી અનુભવાય છે. હું નસીબદાર છું કે આ ફિલ્મનો ભાગ બનવા મળ્યું, મને આશા છે કે આ ફિલ્મ સારી ચાલશે.”
સિકંદર પહેલી વખત એક સૈનિકનો રોલ કરતો જોવા મળશે. આ ફિલ્મમાં જે પ્રકારની કાસ્ટ છે, તેની પહેલાંથી જ ચર્ચા છે, સાથે જ અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્સ્ય નંદાની પણ આ પહેલાં થિએટ્રીકલ રિલીઝ હશે.SS1MS