રાજપથ ક્લબ નજીક નબીરાઓની દારૂની પાર્ટી પર પોલીસનો દરોડો
રાજપથ કલબની પાછળ રેસ્ટોરન્ટમાં : જન્મ દિવસ નિમિત્તે નબીરાએ મોડી રાત્રે પાર્ટી
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરાવા માટે પોલીસ તંત્ર સજ્જ છે અને વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર સતત દરોડા પાડવામા આવી રહ્યા છે આ ઉપરાત પીધેલી હાલતમાં ઝડપાતા નાગરિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ દરમિાયન શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હેઠળ રાજપથ કલબની આસપાસ કેટલાક નબીરાઓ કારમાં દારૂની મહેફીલ માણતા હોવાની બાતમી મળતા વસ્ત્રાપુર પોલીસે મોડી રાત્રે સધન ચેકીગ કરી એક રેસ્ટોન્ટમાંથી ૮ નબીરાઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા છે.
આ તમામ નબીરા ઓ શ્રીમત પરીવારના હોવાથી વસ્ત્રાપુર પોલીસ ઉપર રાત ભર દબાણ લાવામાં આવ્યુ હતુ કેસને દબાવાનો પ્રયાસ કર્યો હતો પરતુ પોલીસે કોઈને પણ સેહ શરમ રાખ્યા વગર તમામની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
આ અંગની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આપેલી સુચના બાદ સ્થાનિક પોલીસ તંત્ર એલર્ટ થયુ છે અને શહેરભરમાં વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામા આવી રહ્યા છે પોલીસની કામગીરીથી શહેરમાં વિદેશી દારૂની અડ્ડાઓ બંધ થઈ ગયા છે પરતુ ચોકાવનારી બાબત એ છે કે શહેરમા હજુ પણ વિદેશીદારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે.
બુટલેગરો અવનવી તરકીબો અજમાવી શહેરમાં દારૂ ઘુસાડી રહ્યા છે જેના પરીણામે નસા ખોરોને સહેલાઈથી વિદિશી દારૂ મળી રહ્યો છે જા કે બુટલેગરો એ હવે હોમ ડીલેવરી શરુ કરી દીધી છે અને વિદેશી દારૂની કિમતો પણ વધારી દીધી છે જેના પરિણામે ખુલ્લે આમ વેચાતો વિદેશી દારૂ ખાનગીમાં મોધાભાવે મળી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં દારૂબંધી માટે કોઈ પણ જાતના દબાવ વગર આરોપીઓ સામે કાર્યવાહી કરવાની ઉચ્ચ અધીકારીઓ સ્પષ્ટ સુચના આપી છે આ પરિસ્થિતિમાં ગઈકાલે શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રાજપથ કલબની પાછળ કેટલાક નબીરાઓ વિદેશી દારૂની મહેફિલ માણી હોવાની માહિતી પોલીસને મળી હતી જેના પગલે રાત્રે ૧૨ વાગ્યા બાદ વસ્ત્રાપુર પોલીસની જુદી જુદી ટીમોએ રાજપથ કલબની આસપાસ તપાસ કરી હતી આ દરમિયાન રાજપથ કલબની પાછળના ભાગે આવેલી એક રેસ્ટોન્ટમાં નીચે બે કાર પાર્ક થયેલી જાવા મળી હતી.
પરતુ કારમાં કોઈ બેઠેલુ જણાવ્યુ નહતુ જેથી પોલીસને શકા ગઈ હતી આ દરમિયાનમા ઉપરના માડે આવેલી રેસ્ટોરન્ટમાંથી કેટલાક યુવકોનો અવાજ આવતો હતો જેના પગલે પોલીસ અલેર્ટ થઈ ગઈ હતી .
રાત્રે એક વાગ્યાની આસપાસ પોલીસે આ રેસ્ટોરન્ટમાં સર્ચ ઓપરેશન શરૂ કરીયુ હતુ જેમાં ૮ જેટલા યુવકો દારૂના નશામા ધુધ હતા તેમની પાસે વિદેશી દારૂની બોટલો પણ હતી પોલીસે ચારે બાજુ કવર કરી લીધુ હોવાથી તમામ નબીરા ઝડપાઈ ગયા હતા.
રેસ્ટોરન્ટોમાંથી દારૂપીધેલા નબીરાઓમા ૧ દુ િષ્યત શ્રીમાળી (રહેવાસી નવા નરોડા), ૨. નિસર્ગ દેસાઈ (રહેવાસી સોલા રોડ,) ૩. નિરવ સોની (રહેવાસી રાણીપ), ૪ ચિતનસિહ રાઓલજી (રહેવાસી સોલા), ૫. જય દેસાઈ (રહેવાસી સોલા), ૬. ચિરાગ શાહ (રહેવાસી નારણપુરા), ૭ સચિન પટેલ (રહેવાસી સોલા), ૮ સંજય વ્યાસ (રહેવાસી જાધપુર)નો સમાવેશ થાય છે.
વસ્ત્રાપુર પોલીસે ૮ નબીરાઓની ધરપકડ કરી પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા અને ત્યા તેવોની પુછપરછ શરૂ કરી હતી બીજી બાજુ આ ઘટનાની જાણ થતા નબીરાઓના પરિચીતો દ્વારા કેસના દબાવા માટે વસ્ત્રાપુર પોલીસ ઉપર દબાણ લાવવામાં આવ્યુ હતુ પરતુ પોલીસે કોઈપણ જાતના દબાણ વશ થયા વગર તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી લીધો હતો. વ†ાપુર પોલીસ સ્ટેશમાં રાત્ર ભર ભારે અવર જવર જાવા મળી હતી વસ્ત્રાપુરમાં ૮ નબીરાઓ દારૂ પીધેલી હાલતમા ઝડપાયા બાદ આ તમામના મેડીકલ ટેસ્ટ કરવા માટે લઈ જવામાં આવ્યા છે.