Western Times News

Gujarati News

સબરીમાલા મંદિરના દરવાજા બંધ: હવે ૧૩ ફેબ્રુઆરીએ ખુલશે

કોચ્ચી, બે મહીનાથી વધુ સમય સુધી મંડલમ મકરવિલક્કુ તીર્થાધટન સંપન્ન થયા બાદ અહીં ભગવાન અયપ્પા મંદિરના કપાટ પારંપરિક વિધિ વિધાન અને પુજા બાદ બંધ કરવામાં આવ્યા હતાં. પશ્ચિમી ઘાટ પર વનો વચ્ચે આવેલ આ પહાડી મંદિરમાં આમ તો વાર્ષિક મકરવિલક્કુ ૧૫ જાન્યુઆરીએ થઇ પરંતુ તેને શ્રધ્ધાળુઓની પુજા અર્ચના માટે સોમવારની સાંજ સુધી ખુલ્લુ રાખવામાં આવ્યું હતું.

ત્રાવણકોર દેવસ્વઓમ બોર્ડના સુત્રોના જણાવ્યા અનુસાર તીર્થાટનના અંતિમ દિવસે શન્નિધનમ(મંદિર પરિસર)માં મોટી સંખ્યામાં તીર્થયાત્રી પહોંચ્યા જેમાં પડોસી રાજયોના શ્રધ્ધાળુ પણ હતાં અહીં બોર્ડ આ મંદિરની સારસંભાળ કરે છે.

મંદિરમાં બ્રહ્મમૂર્હૂતમાં તાંત્રી મહેશ મોહનારૂના નેતૃત્વાં અષ્ટદ્વવ્ય મહાગણપતિ હોમ અભિષેકમ અને ઉશા નૌવેદ્યમ જેવી પારંપારિક અનુષ્ઠાન કરવામાં આવ્યા હતાં આ ઉપરાંત પરંપરા અનુસાર પંડલમ મહલના શાહી પ્રતિનિધિએ ગર્ભગૃહમાં ભગવાન અયપ્પાની આરતી કરવામાં આવી અને અનેક અન્ય અનુષ્ઠાન કરવામાં આવ્યા હતાં. એ યાદ રહે કે ભગવાન અય્પ્પાએ આ મહલમાં પોતાનું બાળપણ વિતાવ્યું હતું.

બોર્ડના સુત્રોના જણાવ્યા અનુસાર આ મંદિર ૧૩ ફેબ્રુઆરીએ માસિક પુજા માટે ખોલવામાં આવશે અને ત્યારે પાંચ દિવસ સુધી શ્રધ્ધાળુ દર્શન કરી શકશે આ મંદિરમાં દેશભરથી શ્રધ્ધાળુઓ આવે છે.ગત વર્ષે જયાર માકપા નેતૃત્વવાળા લોકતાંત્રિત મોરચા એલડીએફ સરકારે તમામ ઉમરની મહિલાઓને મંદિરમાં પ્રવશ કરવાના સુપ્રીમ કોર્ટના ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના નિર્ણયને લાગુ કરવાની જાહેરાત કરી હતી ત્યારે દક્ષિણપંથી સંગઠનો અને ભાજપે તેનો ભારે વિરોધ કર્યો હતો પરંતુ આ નિર્ણય નિર્ણયની વિરૂથધ્ધ દાખલ સમીક્ષા અરજીઓને સુપ્રીમ કોર્ટની એક મોટી બેંચની પાસે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેના પર રાજય સરકારે કહ્યું હતું કે મંદિરમાં પ્રલેશની ઇચ્છુત મહિલાઓને તેના માટે અદાલતથી આદેશ લઇને આવવું પડશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.