Western Times News

Gujarati News

ઝારખંડમાં સાત ગ્રામીણોની હત્યા કરી દેવામાં આવી

રાંચી, ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જીલ્લામાં ધોર નકસલ પ્રભાવિત ગુદડી તાલુકાના બુરૂગુલીકેરા ગામમાં પત્થલગડી સમરથકોએ પત્થલગડીનો વિરોધ કરનાર એક પંચાયત પ્રતિનિધિ સહિત સાત ગ્રામીણોની લાકડીઓ ડંડા વડે હુમલો કરી હત્યા કરી દીધી હતી જયારે બજુ બે ગ્રામીણ ગુમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઝારખંડ પોલીસના પોલીસ મહાનીરીક્ષક અભિયાન અને રાજય પોલીસના પ્રવકતા સાકેત કુમાર સિંહે જણાવ્યું હતું કે ગુમ બતાવવામાં આવી રહેલ નવ ગ્રામીણોમાંથી સાતના શબ કબજે કરવામાં આવ્યા છે જયારે અન્ય બેની કોઇ માહિતી નથી. શબો ગામથી ચાર કિમી દુર જંગલમાંથી મળી આવ્યા હતાં. તેમણે કહ્યું કે કેટલાક શબોનો ઓળખ પણ થઇ શકે તેવી નથી.

આ પહેલા રવિવારે પત્થલગડી સમર્થકોએ પત્થલગડીનો વિરોધ કરવા પર ગામના એક ઉપપ્રમુખ સહ પંચાય પ્રતિનિધિ જેમ્સ બુઢ અને પાંચ છ ગ્રામીણોની લાકડીઓથી સખ્ત પાટઇ કરી ભયભીત થઇ જયારે અન્ય ગ્રામીણો ત્યાંથી ભાગી ગયા તો કહેવાતી રીતે પત્થલગડી સમર્થક નવ લોકોને ઉઠાવી જંગલમાં લઇ ગયા હતાં.આ ગ્રામીણો પાછા નહીં ફરતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પ્રવકતાએ જણાવ્યું હતું કે આરપીઓની તાકિદે ધરપકડ કરવામાં આવશે સ્થાનિક પોલીસ ઉપરાંત કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની ટુકડી ગામમાં ગોઠવવામાં આવી છે.જેથી કોઇ અપ્રિય ધટના ન બને


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.