Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ.૧૨ કરોડના ખર્ચે મકરબા તળાવ ડેવલપ કરવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તળાવ ડેવલપ અને ઈન્ટરલિંક કરવામાં આવે છે. જેના કારણે વરસાદી પાણીનો વ્યય થતો નથી અને ભૂર્ગભ જળસ્ત્રોત ઉંચા આવે છે. આ ઉપરાંત તળાવની આસપાસ બગીચા, ફ્રૂડ કોટ, એમ્યુઝમેન્ટ પાર્ક સહિત વિવિધ આર્કષણો પણ તૈયાર થાય છે.

તેનો લાભ સહેલાણીઓને મળી રહે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આવા જ આશયથી શહેરના મકરબા તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ તળાવ ડેવલપમેન્ટ માટે રૂ.૧૧.૯૧ કરોડનો ખર્ચ થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્વિમ ઝોનમાં સરખેજ વોર્ડમાં આવેલ મકરબા તળાવ આસપાસના વિસ્તારની આગવી ઓળખ ઉભી થાય તેમ છે.

મકરબા તળાવના પુનઃવિકાસની આ યોજના કુદરત આધારીત, પર્યાવરણલક્ષી અને લોકોની રોજબરોજની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી કામગીરી કરવા આયોજન કરવામાં આવ્યું છે.જે વૈજ્ઞાનીક અભિગમથી તૈયાર કરવામાં આવેલી છે. આ યોજના અમદાવાદ શહેરની આબોહવા સ્વચ્છ રાખવામાં મોટોભાગ ભજવશે.

આ યોજનાના ભાગરૂપે અહીં તળાવના તળીયે જમા થયેલ કાંપને જરૂર પડે તેટલા પ્રમાણમાં કાઢી તળાવના કિનારાઓ ઉપર વિસ્તારવુ, જળસંગ્રહ વધારવો, વધારે પાણીને ખંભાતી કુવાઓ થકી જમીનમાં ઉતારવું અને આ દરમ્યાન કિનારાઓ ઉપર કરેલા રાઇપેરીઅન ઝોનના ઝાડ પાન થકી પાણીનુ શુધ્ધીકરણ કરવામાં આવશે. વધુમાં તળાવની મધ્યમાં હાલના ટાપુ પર ફુલ-છોડ વાવવામાં આવશે.

જે વનસ્પતી અને પ્રાણી સૃષ્ટિ ખાસ કરીને પક્ષીઓ માટે જૈવ વિવિધ નિવાસ સ્થાન બનાવશે. અમદાવાદની આસપાસનો વિસ્તાર પહેલેથી જ સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે નોંધપાત્ર વિસ્તાર હોવાથી અન્ય ઘણા વિસ્તારોમાં જેમનો વસવાટ ઝડપથી સંકોચાઈ રહયો છે તેમના માટે આ વિસ્તાર એક આવકારદાયક રાહત બની રહેશે.

આ પ્રોજેકટ અંતર્ગત તળાવની પશ્ચિમ અને દક્ષિણ-પશ્વિમ કિનારે એક સહેલગાહ બનાવવામાં આવશે જે આજુબાજુના રહિશો માટે મુકિત અને મનોરંજનનુ સાધન બની રહેશે. સદરહું તળાવનો પુનઃવિકાસ કરી સદરહું વિસ્તારના લોકો માટે મનોરંજનનુ સ્થળ બનાવી તથા નાગરીકો વોકીગ ટ્રેક, નાના બાળકો માટે રમત ગમતના સાધનો તથા સીનીયર સીટીઝન માટે બેસવાની વ્યવાસ્થા કરવામાં આવશે. તળાવની કેપીસિટી ૭૭ર મિલિયન લીટર છે જ્યારે તેનો એરિયા ૧,૧૦,૩૭૯ ચોરસ મીટર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.