ગ્વાટેમાલામાં પુલ પરથી બસ પડી જવાથી ૪૦ લોકોના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Gwatemal.jpg)
ગ્વાટેમાલ, ગ્વાટેમાલામાં એક ભયાનક બસ અકસ્માતમાં ૩૦ થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. શહેરના ફાયર વિભાગના પ્રવક્તાએ આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે સોમવારે સવારે ગ્વાટેમાલાની બહાર એક બસ અકસ્માત થયો. આમાં ૪૦ જેટલા લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ શહેરની બહાર એક વ્યસ્ત માર્ગ પરથી પસાર થઈ રહી હતી.બસ પુએન્ટે બેલિસ હાઇવે પર આવેલ એક પુલ છે. જ્યાંથી બસ નીચે પડી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરવામાં આવી છે.
આ તસવીરોમાં બસ આંશિક રીતે પાણીમાં ડૂબેલી દેખાય છે, અને તેની આસપાસ પીડિતોના મૃતદેહ પડેલા છે.ગ્વાટેમાલા શહેરના મેયર રિકાર્ડાે ક્વિનોનેઝે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અકસ્માત બાદ ઘટનાસ્થળે કટોકટી સેવાઓ તૈનાત કરવામાં આવી હતી.
દરમિયાન, ટ્રાફિક પોલીસ અસરગ્રસ્ત વિસ્તારમાં વૈકલ્પિક માર્ગાે સ્થાપિત કરવા પર કામ કરી રહી છે.ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ બર્નાર્ડાે અરેવાલોએ અકસ્માત બાદ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિએ અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ માટે સેના અને આપત્તિ એજન્સીને તૈનાત કરી છે.અરેવાલોએ સોશિયલ મીડિયા પર કહ્યું, ‘હું પીડિતોના પરિવારો સાથે એકતામાં ઉભો છું જેમને હૃદયદ્રાવક સમાચાર મળ્યા છે.’ તેમનું દુઃખ એ મારું દુઃખ છે.SS1MS