Western Times News

Gujarati News

પ્રતિબંધો લાગુ થાય તે પહેલાં રશિયામાંથી ઓઈલની આયાત જાન્યુ.માં ૧૩ ટકા વધી

મુંબઈ, અમેરિકાએ રશિયાની ઓઈલ ઉત્પાદક કંપનીઓ અને તેના ટેન્કર ફ્લીટ પર નવા પ્રતિબંધ મૂક્યા છતાં ભારતે છેલ્લો લાભ લઈ લીધો છે અને રશિયામાંથી જાન્યુઆરીમાં ૧૩ ટકા વધુ ક્રૂડ ઓઈલની આયાત કરી છે. માર્કેટ એનલિટિક્સ ફર્મ કેપ્લરના ડેટા અનુસાર જાન્યુઆરીમાં ભારતે રોજનું ૧૬.૭ લાખ બેરલ ક્રૂડ ઓઈલ આયાત કર્યું હતું, જે ડિસેમ્બરમાં ૧૪.૮ લાખ બેરલની આયાત કરતાં ૧૩ ટકાનો વધારો દર્શાવે છે.

અમેરિકાએ ૧૦ જાન્યુઆરીએ રશિયાની ગેઝપ્રોમ નેફ્ટ અને સર્ગુટનેફ્ટએગાઝ પર પ્રતિબંધ મૂક્યો છે અને રશિયાનું ઓઈલ સપ્લાય કરતા ટેન્કર પર પ્રતિબંધ મૂક્યો છે.રશિયા હાલમાં ભારતને ક્રૂડ ઓઈલ સપ્લાય કરતો સૌથી મોટો દેશ છે. ભારતની ક્‰ડ ઓઈલની કુલ આયાત પૈકી ૩૦ ટકા આયાત રશિયામાંથી થાય છે.

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું તે પહેલાં ૨૦૨૨માં માત્ર ૦.૨ ટકા ક્‰ડ ઓઈલ રશિયાથી આયાત થતું હતું. ભારતે જાન્યુઆરીમાં કુલ રોજનું સરેરાશ ૪૯.૮ લાખ બેરલ ઓઈલ આયાત કર્યું, જે ડિસેમ્બરના ૪૭ લાખ બેરલ કરતાં ૬ ટકા વધારે છે.

ભારતના પેટ્રોલિયમ સચિવ પંકજ જૈને અગાઉ કહ્યું હતું કે અમેરિકન ફોરેન એસેટ્‌સ કંટ્રોલ ઓફિસ તરફથી જે કમ્યૂનિકેશન મળ્યું છે તે મુજબ રશિયાથી ઓઈલ લઈ જતા ટેન્કર ૨૭ ફેબ્રુઆરી સુધીમાં ઠાલવી દેવાના રહેશે એટલે કે તેના ગંતવ્યસ્થાન પર પહોંચી જવા જોઈએ. તેના ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ૧૨ માર્ચ સુધીમાં પૂરા થઈ જવા જોઈએ.

કેપ્લરના સીનિયર રિફાઈનિંગ એનલિસ્ટના જણાવ્યા અનુસાર ટેન્કર પર પણ પ્રતિબંધ મુકાતા લોજિસ્ટિકલ સમસ્યા ઊભી થઈ શકે જેને કારણે ઓઈલની આયાત પર અસર થઈ શકે છે. ળેઈટ કોસ્ટ વધવાની સંભાવના છે. રશિયાનું ઓઈલ સસ્તું પડે છે, પરંતુ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ અને ઈન્સ્યોરન્સ સંબંધિત પડકારો ઊભા થયા છે.

આથી અન્ય કોઈ દેશ મારફતે મંગાવવું પડશે જેનો ખર્ચ વધશે. રશિયામાંથી સપ્લાય ઘટશે તો ઈરાક અને સાઉદી અરેબિયામાંથી સપ્લાય વધશે.જાન્યુઆરીમાં સાઉદી અરેબિયામાંથી ઓઈલનો સપ્લાય ૧૨ ટકા વધીને રોજના ૭,૨૩,૦૦૦ બેરલ થયો હતો.

અમેરિકામાંથી પણ ઓઈલનો સપ્લાય જાન્યુઆરીમાં ૩૨૨ ટકા ઉછળીને રોજના ૨,૭૯,૦૦૦ બેરલ થયો હતો, જે ડિસેમ્બરમાં ૬૬,૦૦૦ બેરલ હતો. જોકે ઈરાકમાંથી સપ્લાય ૮ ટકા ઘટ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.