જેસીબી પર વરરાજાની જાન નીકળતાં કુતુહલ સર્જાયુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/JCB.jpg)
દાહોદ, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કાવડા મુવાડા ગામે એક અનોખું અને આકર્ષક દૃશ્યો જોવા મળ્યું હતું. જેમાં વરરાજા પરણવા માટે કાર કે ઘોડા નહીં પણ જેસીબીમાં જાન લઈને જતાં કુતુહલ સર્જાયો હતો. દાહોદ જિલ્લા સહિત તાલુકામાં હાલ લગ્નની પૂર ઝડપે સિઝન ચાલી રહી છે. લોકો અવનવી સિસ્ટમો અપનાવીને ધૂમધામથી લગ્ન કરી રહ્યા છે
જેમાં વરરાજાઓ બગી, કાર લઈને પરણવા જતા હોય છે પરંતુ આ એક નવી ટેકનિક અપનાવી સંજેલીના કાવડના મુવાડા ગામનો આ યુવક જેસીબી લઈને જાન લઈને જતાં આ દૃશ્ય નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. કાવડાના મુવાડા ગામથી મેથાણ ગામે લગભગ ત્રણથી ચાર કિ.મી. અંતર કાપીને ૧૮ જેટલી ગાડીઓ લઈ જાનયોએ લઈને પરણવા માટે જાન લઈને પરણવા જતાં નવાઈ લાગી હતી.
વરરાજાના મિત્રએ સતત ર દિવસ રાત દિવસ એક કરી જેસીબી ફિટિંગ સેટ કરવામાં આવ્યું હતું. આ જેસીબી ફૂલોથી શણગારીને વરરાજા માટે તૈયાર કરવામાં આવી અને વરરાજાને જાન લઈને પરણવા ગયા આ એક નવી ટેકનિકથી જેસીબી શણગારીને લગ્નમાં જાન પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આજની નવી પેઢી કંઈક નવી શૈલીમાં લગ્ન કરી રહી છે. એવું કહેવામાં આવે છે કે લગ્ન જીવનમાં એક નવી શરૂઆત છે અને આ યુવાને નવતર શૈલીમાં પોતાની નવી શરૂઆત કરી હતી.