ઈન્સ્ટાગ્રામ પર પોતાનાથી વધુ લાઈક્સ મળતાં મિત્રની હત્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Facebook.webp)
વર્ધા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈન્ટરનેટ પર પ્રસિદ્ધ થવાના ચક્કરમાં મહારાષ્ટ્રમાં એક દર્દનાક ઘટના બની છે. સોમવારે એક સગીરને ઈંસ્ટાગ્રામ સ્ટોરીને લીધે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના હિંગણઘાટ વિસ્તારના પિંપલગાંવમાં કેટલાક મિત્રો વચ્ચે ઇંસ્ટાગ્રામ સ્ટોરીને લઈને વિવાદ પેદા થયો હતો. આ વિવાદ એ હદે વકર્યાે કે મિત્રોએ ૧૭ વર્ષીય કિશોરની હત્યા કરી દીધી હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે, લગભગ એક મહિના પહેલા પીડિત હિમાંશુ ચિમની(૧૭)એ આરોપી માનવ જુમનાકેની સાથે ઈંસ્ટાગ્રામ પર સ્ટોરી અપલોડ કરી હતી. તેમણે સ્ટોરી પર વોટ માંગ્યા હતા. ૧૭ વર્ષીય હિમાંશુને આરોપી કરતા વધુ વોટ મળ્યા હતા, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. બંનેએ આ મુદ્દા પર વાતચીત કરવા માટે શનિવારે મળવાનું નકકી કર્યુ હતું.
બંને વચ્ચે વાતચીત દરમિયાન તકરાર વધતાં હિમાંશુ પર તેના મિત્રોએ ચાકુ વડે હુમલો કરતાં દીધો, અને ઘટનાસ્થળે જ હિમાંશુનું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીઓની ધરપકડ કરી એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયાને લઈને આવી હિંસક ઘટના પહેલાં પણ સામે આવી ચુકી છે. આ પહેલા જુલાઇ ૨૦૨૪માં એક ૧૫ વર્ષીય કિશોરે કથિત રીતે સોશિયલ મીડિયા પર એક છોકરીનોની સાથે ચેટિંગને લઈને ગુરુગ્રામમાં એક ૧૬ વર્ષીય કિશોરની હત્યા કરી દીધી છે.SS1MS