Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભરતી માટે પરીક્ષા લેવામાં આવીઃ પરિણામ સ્થગિત

અમદાવાદ ડેપ્યુટી કમિશનરની જગ્યા માટે ૧૭૦ ઉમેદવાર મળી કુલ ૮૫,૭૦૪ ઉમેદવારોએ નિયમોનુસાર પરીક્ષા આપી હતી.

(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી કૌભાંડ બહાર આવ્યા પછી . હેલ્થ વર્કર, જુ.કલાર્ક અને ડે.કમિશનરની જગ્યા માટે પરીક્ષા આપનાર ૮૫,૭૦૪ના પરિણામ સ્થગિત કરાયા છે.

તેમજ ખાલી જગ્યા માટે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરના ૧૪૦૦૦ ઉમેદવારો, જુનિયર કલાર્કના ૭૧૫૩૪ ઉમેદવારો, ડેપ્યુટી.કમિશનરની નોકરી મેળવવા પરીક્ષા આપનાર ૧૭૦ ઉમેદવારો મળી કુલ ૮૫,૭૦૪ ઉમેદવારો પરિણામની રાહ જોઇને બેઠા છે તેવા આક્ષેપ વિપક્ષ ઘ્‌વારા કરવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ કોંગી નેતા શાહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે AMCના વિવિધ વિભાગોમાં છેલ્લા કેટલાય સમયથી ભરતી કરવામાં આવતી નહતી. જેને કારણે પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓ વકરતી ગઇ હતી અને તેનો સમયસર નિકાલ નહીં થતાં વિપક્ષ સહિત સત્તાપક્ષના કેટલાક કોર્પોરેટરો દ્વારા વારંવાર રજૂઆતો કરાઇ હતી. જેના પગલે વિવિધ વિભાગોમાં ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત કરાઇ હતી.

જેના પગલે ગત ૨૫-૧૦-૨૫ના રોજ મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર માટે ૧૪૦૦૦ ઉમેદવાર તા.૨૪-૧૧-૨૪ના રોજ જુનિયર કલાર્કની જગ્યા માટે ૭૧,૫૩૪ ઉમેદવાર, તા.૬-૧૦-૨૪ના રોજ ડેપ્યુટી કમિશનરની જગ્યા માટે ૧૭૦ ઉમેદવાર મળી કુલ ૮૫,૭૦૪ ઉમેદવારોએ નિયમોનુસાર પરીક્ષા આપી હતી. જેના પરિણામ તૈયાર થઇને પડયા છે. પરંતુ પરિણામ જાહેર કરવામાં આવતા નથી . AMC માં આર્થિક વ્યવહારથી ભરતી કરવાની સિસ્ટમ આકાર લઇ રહી છે

ગેરરીતિમાં સંડોવાયેલા કર્મચારીઓથી લઇ અધિકારીઓને છાવરવામાં આવતાં હોવાના આક્ષેપ સાથે વિપક્ષે પારદર્શક કાર્યવાહી કરવા અને ઉમેદવારોના હિતમાં વહેલીતકે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માંગ કરી છે. હાલ રેવન્યુ ખાતામાં કામનો ભરાવો થઇ જતાં મ્યુનિ.ને આવક ગુમાવવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.