હવે લોટરી વિતરકોને સર્વિસ ટેક્સ નહીં ચૂકવવો પડે
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું છે કે કેન્દ્ર સરકાર અને તેના મહેસૂલ વિભાગને લોટરી ટિકિટની જાહેરાત, પ્રમોશન અથવા વેચાણ પર સર્વિસ ટેક્સ લાદવાનો અધિકાર નથી અને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તેના મહેસૂલ વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે.
ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને એન.કે. સિંહની બેન્ચે કહ્યું કે ભારત સંઘ અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલમાં કોઈ યોગ્યતા નથી. તેથી આ અપીલો ફગાવવામાં આવે છે.
સિક્કિમ હાઈકોર્ટના ચુકાદાને સમર્થન આપતો ૧૨૦ પાનાનો ચુકાદો આપતા જસ્ટિસ નાગરત્નાએ નાણા અધિનિયમ, તેના સુધારાઓ અને કેસના ઇતિહાસની ચર્ચિ કરી. ન્યાયાધીશે કહ્યું કે અમને લાગે છે કે લોટરી ટિકિટના એકમાત્ર વિતરક/ખરીદનાર (પ્રતિવાદી-કરદાતા) પર દરેક તબક્કે સર્વિસ ટેક્સ વસૂલવા માટે નાણા અધિનિયમ, ૧૯૯૪ માં કરવામાં આવેલા સુધારા નિષ્ફળ ગયા છે.
ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું હતું કે પ્રતિવાદી-કરદાતા દ્વારા સિક્કિમ સરકારને કોઈપણ એજન્સી અથવા એજન્ટ તરીકે કોઈ સેવા પૂરી પાડવામાં આવી નથી, તેથી લોટરી ટિકિટ ખરીદનાર (પ્રતિવાદી-કરદાતા) અને સિક્કિમ સરકાર વચ્ચેના વ્યવહાર પર સર્વિસ ટેક્સ વસૂલ કરી શકાતો નથી.
ચુકાદો આપતાં ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું કે આ સંદર્ભમાં કોઈ એજન્સી ન હોવાથી પ્રતિવાદીઓ (લોટરી વિતરકો) સર્વિસ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર નથી. જોકે પ્રતિવાદીએ લોટરી વિતરકોને ભારતના બંધારણની યાદી ૨ ની એન્ટ્રી ૬૨ હેઠળ રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલ ગેમ્બલિંગ ટેક્સ ચૂકવવો જરૂરી છે.
બેન્ચે કહ્યું કે લોટરી ટિકિટ ખરીદનાર અને પેઢી વચ્ચેના વ્યવહાર પર સર્વિસ ટેક્સ વસૂલવામાં આવતો નથી. ઉપરોક્ત ચર્ચઓનિે ધ્યાનમાં રાખીને, અમને ભારતીય સંઘ અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલમાં કોઈ યોગ્યતા દેખાતી નથી. તેથી, આ અપીલો ફગાવી દેવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે સિક્કિમ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને કહ્યું કે લોટરી પર ફક્ત રાજ્ય સરકાર જ કર લાદી શકે છે, કેન્દ્ર સરકાર નહીં. કોર્ટે કહ્યું કે હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય હતો કે લોટરી સટ્ટા અને જુગાર ની શ્રેણીમાં આવે છે, જે બંધારણની રાજ્ય યાદીની એન્ટ્રી ૬૨ નો ભાગ છે અને ફક્ત રાજ્ય સરકાર જ તેના પર કર લાદી શકે છે.
કેન્દ્રએ ૨૦૧૩માં હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યાે હતો. હાઈકોર્ટે આ નિર્ણય લોટરી ફર્મ ’ફ્યુચર ગેમિંગ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો હતો.SS1MS