ચંદીગઢથી રાજકોટ મોકલાવેલો ૨૭.૮૪ લાખનો દારૂ ઝડપાયો
રાજકોટ, જસદણમાં જુના બસ સ્ટોપ પાસે ગેબનશા સોસાયટી નજીકથી એસએમસીની ટીમે દા ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. ટ્રકમાં દવા અને બ્લેડના બોકસની આડમાં ૧૩,૦૮૧ બોટલ દાનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે હિમાચલ પ્રદેશ અને સુરેન્દ્રનગરના શખસને ઝડપી લીધા હતાં.
દાનો આ જથ્થો ટ્રક સહિત ૫૩.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દા રાજકોટના કુખ્યાત બુટલેગર ધવલ સાવલિયાએ મગાવ્યો હતો અને ચંદીગઢથી દાનો આ જથ્થો મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે બુટલેગર ધવલ તેના ભાઇ સહિત ચારને વોન્ટેડ જાહેર કર્યિ છે.દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી. ગળચર તથા તેમની ટીમે જસદણમાં જુના બસ સ્ટોપ પાસે બાયપાસ રોડ પર ગેબનશના સોસાયટી નજીકથી શંકાસ્પદ ટ્રક અટકાવ્યો હતો.
પોલીસે આ ટ્રકની તલાશી લેતા તેમાં બ્લેડ અને દવાના બોકસ રાખવામાં આવ્યા હોય જે હટાવીને જોતા નીચેથી દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી પિયા ૨૭,૮૪,૪૬૬ની કિંમતનો ૧૩૦૮૧ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લ ાના પ્રણવકુમાર દુગ‹નદ શર્મિ અને સુરેન્દ્રનગરના વઢવાણના બકુલ દિનેશભાઇ નંદેશળીયાને ઝડપી લીધા હતાં.
પોલીસે દાનો આ જથ્થો ટ્રક સહિત કુલ પિયા ૫૩,૩૩,૪૧૬નો મુદ્દામાલ કબજે કર્યાે હતો.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ દાનો આ જથ્થો રાજકોટમાં રહેતા લીસ્ટેડ બુટલેગર ધવલ સાવલિયાએ ચંદીગઢથી મગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી ધવલ તેના ભાઇ જયેશ, હાર્દિક જોગરાજીયા રહે.ત્રણેય રાજકોટ તથા ચંદીગઢથી દા મોકલનાર શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ચંદીગઢથી ૨૭.૮૪ લાખનો દાનો જથ્થો મગાવનાર રાજકોટનો કુખ્યાત બુટલેગર ધવલ સાવલિયા ચંદીગઢથી ટ્રકમાં દા ભરાયા બાદ તે અહીંથી ટ્રકનું પાયલોટીંગ કરતો હોવાનું જાણવા મળ્યું છે.SS1MS