Western Times News

Gujarati News

ઇબ્રાહિમ અલી ખાન ‘નાદાનિયાં’માં ખુશી કપૂરનો પૈસાદાર બોયફ્રેન્ડ બનશે

મુંબઈ, કરણ જોહરે થોડાં વખત પહેલાં ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર સાથે ફિલ્મની જાહેરાત કરી ત્યારથી જ યંગ ઓડિયન્સ આ ફિલ્મ અંગે ઘણું ઉત્સાહિત હતું. ખાસ તો જ્યારે ખુશી કપૂરે ઇબ્રાહિમનું સિનેમાની દુનિયામાં સ્વાગત કરીને બંનેની એક મિરર સેલ્ફી પણ શેર કરી હતી.

ત્યાર બાદ તેમણે ફિલ્મ ‘નાદાનિયાં’નું પોસ્ટર પણ શેર કર્યું હતું. જેમાં તેઓ કોલેજના વિદ્યાર્થીઓ જેવા લાગતાં હતાં. ફૂટબોલ પર આધારીત આ ફિલ્મનું પહેલું ગીત ‘ઇશ્ક મેં’ થોડાં દિવસો પહેલાં રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં બંનેની કેમિસ્ટ્રી પણ ઘણી સારી લાગતી હતી.

આ ગીતમાં તેમની જોડીના ઘણા વખાણ થયાં છે.નેટફ્લિક્સ પર આ ફિલ્મ રિલીઝ થવાની છે, જેમાં અપાયેલાં ફિલ્મના સિનોપ્સીસ મુજબ તેમાં ખુશી પિઆનો રોલ કરે છે જે એક પૈસાદાર પરિવારની પ્રેમાળ છોકરી છે. એક ગેરસમજના કારણે તેના મિત્રો તેની વિરુદ્ધ થઈ જાય છે.

ત્યારે તે કૅરિઅર પર જ ધ્યાન આપતા છોકરા અર્જુન એટલે કે ઇબ્રાહીમને તેના બોયફ્રેન્ડ તરીકે કામ પર રાખે છે. આમ આ સ્ટોરી વાંચીને તો ઘણી રસપ્રદ લાગી રહી છે. પરંતુ ફિલ્મમાં આ સ્ટોરી કેવી રીતે દર્શાવાઈ છે, તે તો ફિલ્મ રિલીઝ થાય ત્યારે જ ખબર પડશે.

એક તરફ ઇબ્રાહિમ તેના ડેબ્યુની તૈયારી કરી રહ્યો છે અને બીજી તરફ ખુશીની ‘લવયાપા’ રિલીઝ થઈ ચૂકી છે, જેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ રોમકોમમાં તે જુનૈદ સાથે જોવા મળી. તેમની ફિલ્મને વિકી કૌશલ જેવા વર્સેટાઇલ એક્ટરે પણ વખાણી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.