ડિરેક્ટર્સ હિરોઈનને રિપીટ નથી કરતા, ઓડિયન્સ હિરોને જોવા ખેંચાય છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Fatima-Sana.jpg)
મુંબઈ, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર્સ એક હિરો સાથે તો એકથી વધુ વખત કામ કરે છે પરંતુ ફાતિમા સના શેખ એવી બહુ ઓછી હિરોઇનમાંની એક છે, જે એક ડિરેક્ટર સાથે ફરી વખત કામ કરી રહી છે. આ પ્રકારના ધોરણો પાછળના કારણો વિશે ફાતિમાએ કહ્યું, “કારણ કે એ લોકો જ ફિલ્મને કમાણી કરાવે છે.
જો શાહરુખ ખાન વધુ પૈસા કમાઈ આપે છે, તેનો મતલબ અવો પણ છે કે એ તમને ઓડિયન્સ પણ લાવી આપે છે. કેટલાક કલાકારો સાથે કેટલાક દર્શકો પણ જોડાયેલાં હોય છે.
જો તમે ડિરેક્ટર તરીકે કોઈ કલાકારને પસંદ કરતા હોય, તો તમારે પૈસાના દૃષ્ટિકોણથી પણ વિચારવું પડે છે. તેમાં પણ ખાસ તો કેટલાંક કલાકારો એવા હોય છે, જેના પર કમાણીનો ભરોસો મુકી શકાય છે. તો એ ડિરેક્ટર્સ આવા કલાકારો સાથે એકથી વધુ વખત કામ કરશે.
જેના પર કમાણીનો ભરોસો મુકી શકાય એવી હિરોઇન કેટલી? તેમાં કંગના રણૌત, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ જેવા ઘણા ઓછા નામનો સમાવેશ થાય છે. તેથી ડિરેક્ટર્સ અમારી સાથે ફરીથી કામ કારતા નથી. જો અમે વધારે ઓડિયન્સ ખેંચી શકીશું તો અમને પણ રિપીટ કરશે.” ફાતિમા સના શેખે તાજેતરમાં જ આર માધવન સાથે ‘આપ જૈસા કોઈ’ ફિલ્મની જાહેરાત કરી છે.
આ એક લવ સ્ટોરી છે અને ફાતિમા તેના માટે માધવનના વખાણ કરતાં ધરાતી નથી. ફાતિમા કહે છે, “હંમેશાથી માધવન પાછળ ઘેલી રહી છું. એટલે મેં એને કહ્યું કે મને તેના પર સૌથી મોટો ક્રશ છે. એને ખબર છે કે એના કામ માટે હું એને કેટલો પ્રેમ કરું છું અને મને એમના કામ માટે કેટલું માન છે.
એ પણ મને ઘણું માન આપે છે. એ પણ બહુ અભ્યાસુ છે. એને નવા નવા ગેજેટ્સ લેવાનો શોખ છે અને તેના માટે તે નાના બાળકો જેટલો ઉત્સાહમાં આવી જાય છે.”તાજેતરમાં જ સનાએ અનુરાગ બાસુની ફિલ્મ‘મેટ્રો ઇન દિનોં..’માટે શૂટ પૂરું કર્યું છે.
આ ફિલ્મ વારંવાર ડિલે થવા અંગે ફાતિમાએ કહ્યું,“હું તો ઇચ્છિશ કે ગમે તેમ ફિલ્મ રિલીઝ કરી દે એના કરતાં અનુરાગ દાદા પોતાનો સમય લે અને સારી ફિલ્મ બનાવે. એ એક એવા ફિલ્મ મેકર છે, જેઓ સ્પષ્ટ રીતે જાણે છે કે તેમને શું બનાવવા માગે છે.
લોકોને લાગે છે કે એ એકલાં જ ફિલ્મ બનાવે છે, પણ એ એક મોટી કાસ્ટ સાથે કામ લઈ રહ્યા છે. દરેક કલાકાર પાસે અલગ તારીખો હોય છે અને તેમને આ સિવાય પણ ઘણી બાબતો પર કામ કરવાનું છે. તેથી બધાની તારીખો મળે તે બહુ અઘરું કામ છે, આ સહેલું નથી.”SS1MS