૮૦ કિલો વજન ઉંચકી કસરત કરવા જતાં રકુલ હેરાન થઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Rakul1.jpg)
મુંબઈ, રકુલપ્રીત એક અતિશય હેલ્થ કોન્શિયસ એક્ટ્રેસ છે. ૮૦ કિલો વજન ઊંચકી કસરત કરતી વખતે ઓક્ટોબર મહિનામાં રકુલને મોટી ઇજા થઈ હતી.
રકુલપ્રીત સિંઘે તાજેતરમાં તેની કરોડરજ્જુમાં ઇજા અંગે ખુલીને વાત કરી હતી. આ ઇજાને કારણે તેને એક મહિના સુધી પથારીવશ રહેવું પડ્યું હતું. તેનાં પડકારો અને સાજાં થવાની પ્રક્રિયા અંગે રકુલપ્રીતે વાત કરી હતી. આ ઇજા છતાં તે ફરી ફિટનેસ પાછી મેળવવા ઉત્સુક હતી.
રકુલપ્રીત ઓક્ટોબર મહિનામાં સેફ્ટી બેલ્ટ પહેર્યા વિના ૮૦ કિલોનું વજન ઉપાડીને કસરત કરવાની કોશિશ કરતી હતી એ વખતે તેને કરોડરજ્જુમાં ઇજા થઈ હતી. તેના પછી કેટલાક દિવસોમાં તેની પીડા વધી ગઈ અને તેને લાંબા સમય સુધી પથારીવશ રહેવું પડ્યું હતું.
રકુલે આ ઇજા વિશે કહ્યું, “મારે તેના કારણે બે મહિનાનો બ્રેક લેવો પડ્યો હતો. બે મહિના પછી, મેં શરૂઆત કરી, એક એડ શૂટથી શરૂ કર્યું, પણ એ પ્રોપર શૂટ હતું. મેં ડિસેમ્બરમાં માત્ર એક જ દિવસ માટે શૂટ કર્યું. પછી મારી સમગ્ર સફર આ ગીત પર કેન્દ્રીત હતી, મને ખબર હતી કે અમારી ફિલ્મ બહુ જલ્દી રિલીઝ કરવાની હતી.
તેથી આ પ્રકારની કોઈ પણ ઇજા તમને ભાવુક રીતે પાછા પાડે છે. પરંતુ પહેલાં જ અઠવાડિયાની અંદર મેં મારી જાતને સોંપી દીધી. મેં કહ્યું ઓકે, આ એક શીખ છે, મારા માટે પણ આ શીખવાની બાબત હતી. હવે મારું ૨૦૨૫નું લક્ષ્ય છે કે હું મારી કરોડરજ્જુને સ્ટીલ જેવી મજબૂત બનાવી દઈશ.”
આગળ રકુલપ્રીતે કહ્યું, “બિલકુલ, એવા કેટલાંક દિવસો હોય છે, જે સારા હોય છે. પરંતુ કેટલાંક એવા પણ દિવસો હોય છે, જે ખરાબ હોય છે. હું ડાન્સ કરવાના પ્રયત્ન કરવા માટે આગળ વધી રહી હોય, ત્યારે કોઈ એવો દુઃખાવો થાય જે મારા માટે તકલીફદાયક હોય અને તેનાથી હું નિઃરાશ થઈ જઉં અને મને શંકા થવા લાગે કે મારાથી થશે કે નહીં, મારા માટે બધાને મોડું ન થવું જોઈએ.
તેથી કોઈ મારા જેવા વર્કાેહોલિક હોય તેના માટે આપણને ખરાબ પણ લાગે. તમને ખરાબ લાગે કે તમારા કારણે બધાનું કામ બગડે છે અને તમારા હાથમાં કશું પણ હોતું નથી. પરંતુ મારી પણ એક વિશ્વસનીયતા છે તેથી હું મારી જાતને ધકેલ્યા કરું છું કે હું કશુંક કામ આપી શકું.”રકુલપ્રીતે કહ્યું કે તેને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે માનસિક રીતે પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો.SS1MS