Western Times News

Gujarati News

લાંબા સમયથી બંધ લોકર ખોલવા બેંકને સત્તા

વર્ષમાં ઓછામાં ઓછું એક વખત લોકર ખોલવું જરૂરી

કાનપુર, બેંક લોકર અંગે રીઝર્વ બેંક ઈÂન્ડયાએ બેંકોને કેટલાક અધિકારો આપ્યા છે. હવે લાંબા સમય સુધી લોકર ન ખોલવા પર બેંકને તેને ખોલવાનો અધિકાર હશે. લાવારિસ લોકરોની વધતી સંખ્યાને જાઈને બેંક તેની માંગને લાંબા સમયથી કરી રહ્યા હતાં. એકલા કાનપુરમાં જ ૫૭૦૦થી વધુ લોકરો વિવિધ બેંક શાખાઓમાં વર્ષાેથી બંધ છે. ગ્રાહકો માટે વર્ષમાં ઓછામાં ઓછા એક વાર બેંક લોકર ખોલવાનું જરૂરી કરી દીધું છે જા આવું નહિં તો બેંક તેને ખોલી શકે છે. અને જાઈ શકે છે તેમાં શું રાખવામાં આવ્યું છે.

બેંકોએ લોકરને ત્રણ શ્રેણીએ ફાળવણી કરી છે. આ શ્રેણીઓ ખતરાના આધાર પર તૈયાર કરવામાં આવી છે. પ્રથમ છે ઓછી ખતરાની શ્રેણી તેમાં એક વર્ષ સુધી લોકર ન ખોલવાવાળા ગ્રાહકોને રાખવામાં આવશે. આ ગ્રાહકોને બેંક અવસર આપશે કે લોકર ખોલે પરંતુ બેંકોમાં વિવેક પર નિર્ભર કરશે.

બીજી શ્રેણી મધ્યમ ખતરાવાળી શ્રેણી બેંકો નોટિસ મોકલશે. જેમાં બેંકો કહેશે બે લોકર ખોલવામાં આવે અથવા તેનું સરન્ડર કરવામાં આવે લાંબા સમય સુધી લોકર કેમ ખોલ્યું નથી. તેનો લેખિતમાં જવાબ આપવો પડશે. જા જવાબથી સંતુષ્ટ થશે તો લોકર ખોલવાનો એક મોકો આપશે. જા બેંક સંતુષ્ટ નથી તો અથવા મળ્યો નહિં તો બેંક તમારો અધિકાર ખત્મ કરી દેશે. આ લોકર બીજા ગ્રાહકને અપાશે. તેમાં ત્રણ વર્ષથી વધુ સમય સુધી લોકર ન ખોલતા ગ્રાહકોની યાદી રખાશે અને તપાસ બાદ કાયદાકીય પ્રક્રિયા બાદ જ લોકર ખોલવાની સંમતિ અપાશે.

ત્રણ શ્રેણીમાંથી બેંકોની પાસે તે લોકર ખોલવાનો અધિકારો રહેશે. લોકરમાં રાખવામાં આવેલી વસ્તુઓની કોઈ જવાબદારી લેશે નહિં. કારણ કે આ વાતની જાણકારી હશે નહિં કે લોકરમાં શું રાખવામાં આવ્યું છે. કેટલીક કંપનીઓ લોકર વીમો કરે છે. કંપનીઓ બેંકના લોકરમાં રાખવામાં આવતી કિંમતી વસ્તુઓના દુર્ઘટનાવશ ગુમાવવા ચોરી કરવા, બેંક કર્મચારીઓ દ્વારા બેઈમાની કરવા અને આંતકી ઘટનાઓમાં નષ્ટ થવાનું કવર આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.