સુરતની કરૂણ દુર્ઘટના બાદ અ.મ્યુ. ફાયરબ્રિગેડ સફાળુ જાગ્યુ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સુરતમાં રઘુવીર કોમ્પ્લેક્ષમાં લાગેલી ભીષણ આગ બાદ અમદાવાદનું ફાયરબ્રિગેડ સતર્ક બન્યુ છે. અને બિલ્ડીંગો, કોમર્શિયલ સેન્ટરોમાં ફાયર સેફટીના સાધનો સંદર્ભે ફાયરબ્રિગેડ વિભાગ તરફથી સઘન ચેકીંગ શરૂ કરાયુ છે. ચીફ ફાયર ઓફિસર દસ્તુર જણાવે છે કે શહેરમાં જે જે બિલ્ડીંગો, ટાવર્સો કે હાઈરાઈઝ બિલ્ડીંગ તથા કોમર્શિયલ સેન્ટરોમાં ફાયર સેફટીના સાધનો નહીં હોય અથવા તો બંધ હાલતમાં છે એવા એકમોને ૧ મહિનામાં ફાયર સેફટીની સગવડ કરી લેવા જણાવવામાં આવશે.
ફાયર સેફટીના સાધનો ન હોવાને કારણે જ્યારે હાઈરાઈઝ બિલ્ડીંગો કે કોમર્શિયલ સેન્ટરોમાં આગ લાગે ત્યારે વિકરાઈટ સ્વરૂપ ધારણ કરતી હોય છે. અને જાન-હાનીનો પ્રશ્ન ઉભો થતો હોય છે. આવી કરૂણ ઘટના ન બને તે માટે ફાયર સેફટીના સાધનો વસાવવા તાકીદ કરવામાં આવી રહી છે. આજે ફાયરબ્રિગેડની એક ટીમ ઘીકાંટા વિસ્તારમાં કોમર્શિયલ સેન્ટરોમાં આવેલ એકમોનું ચેકીંગ શરૂ કર્યુ છે. અને જે જે એકમો માં ફાયર સેફટીની સગવડ નથી એવા એકમોને નોટીસ આપી ૧ માસની અદર ફાયરસેફટીના સાધનો વસાવી લેવા જણાવવામાં આવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘીકાંટા વિસ્તારમાં મોટાભાગે રેડીમેડ કપડાંના ગોડાઉનો તથા દુકાનો આવેલ છે. અને જા સંજાગવસાત આગ લાગે અને સુરત જેવી કરૂણ ઘટના ન બને એ માટે સાવચેતીના પગલારૂપે અમદાવાદ મ્યુનિસિપલ ફાયરબ્રિગેડે સઘન ચેકીંગ શરૂ કર્યુ હોવાનું જાણવા મળે છે.