નડિયાદમાં બનાવટી નોટો છાપવાનું મીની છાપખાનું પકડાયું

સિક્યોરિટી થ્રેડ બનાવવા માટે ગ્રીન ડેકોરેશન સેલોટેપનો ઉપયોગ કરતા હતા.
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય ચલણની બનાવતી નોટો છાપવાના ચાલતા કારસ્તાનને બાતમીના આધારે એસઓજી પોલીસે ખુલ્લું પાડ્યું છે અને બે લોકોની ધડપકડ કરી બનાવટી નોટો બનાવવાના મશીનો પકડી પડ્યા છે કેટલા સમયથી આ લોકો નોટો બનાવતી બહાર પાડતા હતા અને ક્યાંક ક્યાં નિકાલ થયો તે બાબતની તપાસ હાલમાં ચાલુ છે આ અંગે નડિયાદ ટાઉન પોલીસમાં કાયદેસરની ફરિયાદ નોંધાય છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ખેડા એસ.ઓ.જી પોલીસ ના અ.પો.કો. હિતાર્થ પાઠક ને એવી બાતમી મળી હતી કે નડિયાદ વ્હોરવાડમાં આવેલ ધુપેલના ખાચામાં રહેતા મહંમદશરીફ મહેબુબભાઇ મલેક તેના રહેણાંક મકાનમાં મીત્ર અરબાઝ અલાદ સાથે મળી ભારતીય ચલણની બનાવટી ચલણી નોટો છાપવાની સામગ્રી રાખી તેના વડે નોટો છાપી આ બનાવટી નોટી બજારમાં ફરતી કરી રહ્યા છે
જેથી પોલીસે દરોડો પાડ્યો હતો અને આ મકાનની તપાસ હાથ ધરી હતી આ તલાસી દરમિયાન રૂપિયા ૧૦૦ ૨૦૦ અને ૫૦૦ ની બનાવટી નોટો મકાનમાંથી મળી આવી હતી પોલીસે આ નોટો જપ્ત કરતા પહેલા બેંકના એક્સપોર્ટને બોલાવીને આ નોટો બનાવતી છે કે અસલ છે તેની પણ ખરાઈ કરાઈ હતી
બેંકના અધિકારીઓએ આવીને જોતા પથમ દૃષ્ટિએ જ આ નોટો બનાવટી હોવાનું તેમને જણાઈ આવ્યું હતું. કેમ કે તમામ બનાવટી નોટોના હલકી કવોલીટી હતી જેમાં કલર વિસંગતા, ચૂકક્યુરીટી ગ્રેડ, પ્લાઇન્ડ પર્સન માર્ક તેમજ વોકર માટેશ નહી હોવાનું જણાઈ આવ્યું હતું સ્થળ પરથી પકડાયેલા આરોપી મહંમદ શરીફ ઉર્ફે શાહુ મહેબુબ મલેક અને તેનો મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અયુબ ભાઈ અલાદ. એ કબૂલ્યું કે તેઓ અસલી નોટોની મદદથી A4 પેપર પર કલર પ્રિન્ટર દ્વારા નકલી નોટો છાપતા હતા. સિક્યોરિટી થ્રેડ બનાવવા માટે ગ્રીન ડેકોરેશન સેલોટેપનો ઉપયોગ કરતા હતા.
પોલીસે સ્થળેથી ૫૦૦ના દરની ૧૩૫ નોટો, ૨૦૦ના દરની ૧૬૮ નોટો અને ૧૦૦ના દરની ૨૫ નોટો મળી કુલ ૩૨૮ બનાવટી નોટો જપ્ત કરી છે. હ્લજીન્ અને બેંક અધિકારીઓએ નોટોની ચકાસણી કરતા તમામ નોટો નકલી હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું કે નોટોમાં હલકી ગુણવત્તાનો કાગળ વપરાયો છે, કલરમાં વિસંગતતા છે, સિક્યોરિટી થ્રેડ, બ્લાઇન્ડ પર્સન માર્ક અને વોટર માર્ક નથી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ખાસ કરીને આ નકલી નોટો કેટલા સમયથી બનાવવામાં આવતી હતી તેની તપાસ હાથ ધરી છે