Western Times News

Gujarati News

ભારત ફોર્જ અને લીભેરે અદ્યતન એરોસ્પેસ ઉત્પાદન માટે સહયોગ કર્યો

Presentation Image

ભારત ફોર્જ લિમિટેડ અને લીભેર-એરોસ્પેસ એન્ડ ટ્રાન્સપોર્ટેશન એસએએસએ ભારતમાં અદ્યતન ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા માટે ઐતિહાસિક સહયોગની જાહેરાત કરી છે. આ પહેલ રિંગ મિલલેન્ડિંગ ગિયર ઘટકોના અદ્યતન મશીનિંગ તથા કાચા માલના પ્રોસેસિંગ સહિતની અદ્યતન ટેક્નોલોજીમાં નોંધપાત્ર રોકાણ સૂચવે છેજે વૈશ્વિક એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીની વધતી માગને સપોર્ટ કરે છે.

બેંગ્લોર, (ભારત)13 ફેબ્રુઆરી2025: એરો ઇન્ડિયા 2025માં ભારત ફોર્જ અને લીભેરે વૈશ્વિક એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીની માગને પૂર્ણ કરવા માટે એક ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા માટે સહયોગની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક ભાગીદારીના ભાગરૂપે ભારત ફોર્જ પૂણેમાં તેના મુખ્યાલયમાં એક અદ્યતન ઉત્પાદન સુવિધા સ્થાપિત કરશે, જેને વર્ષ 2025માં કાર્યરત કરવાની યોજના છે.

આ નવી સુવિધામાં એક રિંગ મિલ હશે, જેમાં લેન્ડિંગ ગિયર કમ્પોનન્ટ્સ સહિત ઉચ્ચ-ચોકસાઇવાળા ઘટકોનું ઉત્પાદન કરવા માટે અદ્યતન ફોર્જિંગ અને મશીનિંગ ટેકનોલોજીનો સમાવેશ કરાશે.

ભારત ફોર્જ લિમિટેડના નેતૃત્વ હેઠળ રોકાણ લીભેર અને તેના વૈશ્વિક ગ્રાહક આધાર માટે વિશ્વ-સ્તરીય સોલ્યુશન્સ ડિલિવર કરવાની કંપનીની કટીબદ્ધતા દર્શાવે છે.

ભારત ફોર્જ લિમિટેડના એરોસ્પેસ સીઇઓ ગુરૂ બિસ્વાલે કહ્યું હતું કે, “લીભેર સાથેનો આ સહયોગ એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગમાં ઇનોવેશન અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની અમારી સંયુક્ત કટીબદ્ધતાનો પુરાવો છે. રિંગ મિલ અને લેન્ડિંગ ગિયર મશિનિંગમાં રોકાણ ઉચ્ચ-ચોકસાઇવાળા ઘટકો ડિલિવર કરવાના તથા એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીમાં લાંબાગાળે મૂલ્ય સર્જન માટેનું અમારી ફોકસ દર્શાવે છે.”

લીભેર-એરોસ્પેસ એન્ડ ટ્રાન્સપોર્ટેશન એસએએસના ચીફ કસ્ટમર ઓફિસર એલેક્સ વ્હિલેન્ડરે કહ્યું હતું કે, “આ અદ્યતન સુવિધા સ્થાપિત કરવામાં ભારત ફોર્જ સાથે ભાગીદારી કરવા માટે અમે ઉત્સાહિત છીએ. આ અત્યાધુનિક ટેકનોલોજીના એકીકરણથી અમે એરોસ્પેસ ક્ષેત્રના ચોક્કસ ધોરણોને પૂર્ણ કરી શકીશું અને સાથે સાથે અમારી સપ્લાય ચેઇન ક્ષમતાઓને પણ મજબૂત બનાવી શકીશું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.