દુબઈમાં આરતી ઉતારીને ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું

ભારતીય ટીમ સામે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે ગ્રુપ મેચમાં ટક્કર થવાની છે
દુબઈ, ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ભારતીય ટીમ દુબઈ પહોંચી ગઈ છે, ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે સીરિઝ જીતીને ફુલ ફોર્મમાં છે, ભલે ટીમની સાથે દિગ્ગજ બોલર બુમરાહ નથી પરંતુ હર્ષિત રાણા અને અર્શદીપ સિંહની સાથે શમીએ પણ બતાવી દીધું છે કે તેઓ લયમાં આવી ગયા છે.
આ સિવાય રોહિત શર્મા અને વિરાટ કોહલીના બેટથી રન આવવાના પણ શરુ થઈ ગયા છે. મિડલ ઓર્ડર અને ઓલરાઉન્ડર ખેલાડીઓ પણ અદ્ભૂત પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય ટીમ દુબઈ પહોંચી ત્યારે મોજ મસ્તીના મૂડવામાં જોવા મળી હતી. ચેમ્પિન્સ ટ્રોફીનો પ્રારંભ ૧૯મીએ થવાનો છે જ્યારે ભારત પોતાની પહેલી મેચ ૨૦મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમવા માટે ઉતરશે.
આ વખતે ચેમ્પિન્સ ટ્રોફીની સીઝનમાં પાકિસ્તાન યજમાન છે પરંતુ ભારત પોતાની તમામ મેચ દુબઈમાં યોજવાની છે. જો ભારતીય ટીમ સેમીફાઈનલ અને ફાઈનલ સુધી પહોંચે છે તો તેની વિરોધી ટીમે મેચ રમવા માટે દુબઈ આવવું પડશે, જેમાં યજમાન પાકિસ્તાનની ટીમનો પણ સમાવેશ થાય છે. ગઈ વખતે ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમ આ વખતે પણ જીતની દાવેદાર માનવામાં આવી રહી છે. પાકિસ્તાને ૨૦૧૭માં ભારતને હરાવીને આ ટ્રોફી જીતી હતી. આ વખતે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન છે પરંતુ હજુ પણ મોટાભાગના દિગ્ગજો તેને ખિતાબ જીતવાનો દાવેદાર માનતા નથી.
ભારતીય ટીમની મુંબઈથી દુબઈ સુધીની સફર દર્શાવવામાં આવી છે, જેમાં ખેલાડીઓ મોજમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમ દુબઈ પહોંચી તો આરતી કરીને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મ્ઝ્રઝ્રૈંએ ટીમના ભારતથી દુબઈ સુધીના સફરનો વીડિયો શેર કર્યો છે.
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ૈંઝ્રઝ્ર ્૨૦ વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયા વધુ એક મોટો ખિતાબ જીતવા માટે ઉત્સુક છે. ટીમ ઈન્ડિયાનું પહેલું લક્ષ્ય સેમીફાઈનલ હશે અને ત્યાંથી ટ્રોફી જીતવા તરફ પગલું ભરવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ ૮ ટીમો ભાગ લઈ રહી છે. આમાં, ૪ ટીમોના બે ગ્રુપ વહેંચવામાં આવી છે. દરેક ટીમે તેના ગ્રુપની અન્ય ત્રણ ટીમો સામે રમવાનું હોય છે. ફક્ત ટોચની બે ટીમો જ સેમીફાઇનલમાં પ્રવેશ કરશે.
ૈંઝ્રઝ્ર ચેમ્પિયન્સ ટ્રોફીને નોકઆઉટ ટુર્નામેન્ટ ગણવામાં આવે છે. અહીં એક પણ મેચ હારવાથી ટીમની આશાઓ ખતમ થઈ શકે છે. ભારતને ગ્રુપ છમાં યજમાન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સાથે રાખવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા ૨૦ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે. આ પછી ૨૩ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સાથે મેચ થશે.
છેલ્લી લીગ મેચમાં, ભારતીય ટીમ ૨ માર્ચે નૂયુઝીલેન્ડ સામે રમશે. ટુર્નામેન્ટના સેમીફાઇનલમાં પ્રવેશવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે ભારતીય ટીમ તેની ત્રણેય લીગ મેચ જીતી લે. આમ કરવાથી તેને કોઈપણ રીતે “જો” અને “તો” પર નિર્ભર રહેવું પડશે નહીં. જો ભારત ત્રણમાંથી એક પણ મેચ હારી જાય તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. કારણ કે ૪ ટીમોના ગ્રુપમાં, એવી પૂરી શક્યતા છે કે બે ટીમો એવી હશે જેણે ૨-૨ મેચ જીતી હશે. જો આવું થાય, તો સેમીફાઇનલમાં જતી ટીમનો નિર્ણય નેટ રન રેટના આધારે કરવામાં આવશે.