Western Times News

Gujarati News

સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્પેરઈન એક્ટીવીટીના આયોજન અર્થે મળેલી બેઠક

૩૦/૦૧/૨૦૨૦ થી તા.૧૩/૦૨/૨૦૨૦ દરમિમ્યાન ભરૂચ જીલ્લામાં રક્તપિત દર્દી શોધ અભિયાન


ભરૂચ: રક્તપિત કચેરી – ભરૂચ દ્વારા જિલ્લામાં તા.૩૦/૦૧/૨૦૨૦ થી તા.૧૩/૦૨/૨૦૨૦ દરમ્યાન રક્તપિત દર્દી શોધ અભિયાન (સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્પેઈન) હાથ ધરાનારા છે.સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્પે્ઇનના આયોજન – કામગીરીની અમલવારી કરવા માટે નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલના  અધ્યક્ષપણા હેઠળ કલેકટર કચેરી સભાખંડ ભરૂચ ખાતે જીલ્લાના કોઓર્ડીનેશન કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલે અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે જીલ્લાને રક્તપિત મુક્ત બનાવવા માટે આદરેલા અભિયાન દરમયાન ભરૂચ જીલ્લાની જનતાને આરોગ્ય ટીમની કામગીરીમાં જરૂરી સહકાર આપવા અનુરોધ કર્યો હતો.


જીલ્લા રક્તપિત અધિકારી ડૉ.હિના ધૃવે જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લામાં રકતપિત્તના ૨૫૬ દર્દીઓ સારવાર હેઠળ છે.જીલ્લાને રકતપિત મુકત કરવા માટે તે રોગનો દર ૧૦૦૦૦ ની વસ્તીએ એક કરતાં નીચો લઈ જવાનો લક્ષ્ય છે.આ માટે લોકોમાં રક્તપિત રોગની તમામ માહિતી ઉપલબ્ધ થાય તે હેતુથી ભારત સરકાર દ્વારા દર વર્ષે ૩૦ મી જાન્યુઆરી એટલે કે ગાંધી નિર્વાણ દિન જેને “Anti Leprosy Day” તરીકે પણ ઓળખવામાં આવે છે.૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાના ૯ તાલુકા તથા તમામ શહેરી વિસ્તારમાં લોકોને અલગ અલગ માધ્યમ થી આ રોગ વિશેની જાણકારી આપવામાં આવશે.

૩૦ મી જાન્યુઆરીએ જિલ્લાના તમામ ગામોમાં ગ્રામસભાનું આયોજન કરી સરપંચશ્રી દ્વારા ગામના તમામ સભ્યોને લેપ્રસી રોગ વિશે માહિતગાર કરવામાં આવશે તથા આ રોગ સામે લડવા માટે તમામ પ્રજાજનો દ્વારા પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘરમાં કોઈ સભ્યેને શરીર ઉપર આછાં-ઝાંખા રતાશ પડતાં ચાઠાં હોય,શરીર પર અસ્પષ્ટા કિનારીવાળા ચાઠાં,ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર હોય, ચામડી ચળકતી અને સુંવાળી લાગે, હાથ-પગમાં સ્પચર્શનો અભાવ હોય,

શરીર પર ખાસ કરીને કાનની કિનારી અને ચહેરા ઉપર નાની ગાંઠો હોય તો રક્ત્પિત્ત હોઇ શકે છે.બહુ ઔષધીય સારવારથી રક્તરપિત્ત ચોક્કસપણે મટી શકે છે.ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે, રક્ત.પિત્ત પૂર્વ જન્મવના પાપનું ફળ નથી કે તે વારસાગત રોગ નથી કોઇપણ બાળક રક્તેપિત્ત રોગ સાથે જન્મરતું નથી. રક્તપિત્ત પુરૂષ-સ્ત્રી, બાળક-યુવાન, વૃધ્ધસ ગરીબ-તવંગર કોઈને પણ થઈ શકે છે પરંતુ તે કોઈપણ તબક્કે મટાડી શકાય છે.

વહેલુ નિદાન કરી નિયમિત અને પુરતી બહુઔષધીય સારવાર થી તે વિના વિકૃતિએ ચોક્કસપણે મટી શકે છે.રક્તપિત્તથી કોઈએ ગભરાવવાની જરૂર નથી.રક્તપિત્તના દર્દીઓને સન્મા નપૂર્વક જીવવા માટે પ્રોત્સાતહિત કરી સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વીષકાર જ કરવો જોઇએ. આ રોગ અંગેની મદદ કરવા તેમજ યોગ્યમ માર્ગદર્શન માટે જિલ્લા રક્તઉપિત્ત અધિકારીનો ફોન નં.૦૨૬૪૨-૨૪૦૫૪૧ પર સંપર્ક કરવો. બેઠકમાં ઈન્ચાર્જ જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ વસાવા,ડૉ.દુલેરા, ડો.મુનિરા,નગર પાલિકાના સદસ્યો,પદાધિકારીઓ,તાલુકા મેડીકલ ઓફીસરો અને  આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.