Western Times News

Gujarati News

બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા

સુરત, જો તમે બ્રાન્ડેડ વસ્તુઓનો ઉપયોગ કરતા હશો તો હવે ચેતી જજો. સુરત શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ વસ્તુઓ બનાવતું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે.

આ નકલીનો ખેલ કરતાં લોકો કઈ રીતે ડુપ્લીકેટ વસ્તુંને બ્રાન્ડેડ બનાવતા અને કયાં વેચતા હતા. સુરત શહેર ઝોન-૧ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે કાપોદ્રા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલનાં એક કારખાનામાં ગેરકાયદેસર રીતે બ્રાન્ડેડ કંપનીઓના લેબલ ડુબલીકેટ વસ્તુને લગાવી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી દારોડા પાડ્યા હતા.

કાપોદ્રા વિસ્તારમાં અલગ અલગ કંપનીની ડુપ્લીકેટ બનાવટી કોસ્મેટીક ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરતા ડુપ્લીકેટ ચીજવસ્તુઓ તથા બોટલ ફીલીંગ મશીન ડ્રમ સાથે ત્રણ ઇસમો આકાશ સુરેશ ગોયાણી, હિરેન વિનુ ભેસાણીયા અને જય મહેશ મુંગરાને સુરત શહેર એલ.સી.બી. શાખા ઝોન-1 તથા કાપોદ્રા પોલીસ ટીમે ઝડપી પાડ્યા.

દરોડા દરમિયાન અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના લેબલ પણ મળી આવ્યા હતા. નકલી વસ્તુઓને આ લેબલ લગાવવામાં આવતા હતા. પોલીસે અહીંથી અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના બનાવવામાં આવી રહેલ ડુપ્લીકેટ શેમ્પુ, સીરમ, સાબુ સહીત વસ્તુઓ કબજે કરી હતી. આ સાથે જ પોલીસે ત્રણ આરોપીઓને પણ પકડી પાડ્યા હતા. પોલીસે અહીંથી ૨૪ લાખથી વધુ નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

પોલીસની ટીમે રેડ કરી ત્યારે જોયું કે, ત્યાં અલગ અલગ કંપનીનાં ટેગ પ્રિન્ટ થઈને પડેલા હતા અને તે નકલી સમાન પર ટેગ્સ લગાડીને તેનું ઓનલાઈન વેચાણ થતું હતું. પોલીસે ત્યાં જેટલો પણ સમાન હતો. તે જપ્ત કર્યો હતો. તેની કિંમત ૨૪,૩૧,૧૪૮ રૂપિયા છે અને મ્દ્ગજીની અલગ-અલગ કલમો હેઠળ હ્લૈંઇ નોંધવામાં આવી છે.

વધુ તપાસ માટે કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે. પોલીસ એ તપાસ પણ કરી રહી છે કે, તેઓ માલ ક્યાંથી લાવે છે અને ક્યાં-ક્યાં વેચાણ કરે છે અને ચીટીંગ કરીને કેટલા રૂપિયા કમાયા છે, હાલ ૩ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સામાન્ય રીતે લોકો પૈસા ખર્ચીને બ્રાન્ડેડ વસ્તુઓની ખરીદી કરતા હોય છે. પરંતુ આવા ભેજાબાજો ડુબલીકેટ લેબલનો ઉપયોગ કરી બ્રાન્ડેડ વસ્તુના નામે તેનું વેચાણ કરી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

ઝોન – ૧ એલસીબી પોલીસને કાપોદ્રા વિસ્તારમાં ચાલી રહેલા બ્રાન્ડેડ કંપનીના નામે ડુબલીકેટ વસ્તુઓ બનાવતા કારખાના પર દરોડા પાડી મોટી કાર્યવાહી કરી ઠગબાજોને પકડી પાડયા છે. હાલ પોલીસે ૨૪ લાખથી વધુના ડુપ્લીકેટ મુદ્દામાલને કબજે કરી આ ત્રણે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી તેમને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.