મોડાસા હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ
મોડાસા: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગ ગાંધીનગર અને જીલ્લા વહીવટીતંત્ર અને જીલ્લા રમતગમત કચેરી અરવલ્લી દ્વારા જીલ્લા કક્ષાનો કલામહાકુંભ ૨૦૧૯-૨૦ નો શુભારંભ તા.૨૩-૦૧-૨૦૨૦ ના રોજ શ્રી કે.એન.શાહ હાઇસ્કૂલ મોડાસા મુકામે જીલ્લા કલેક્ટર મા.શ્રી અમૃતેષ ઔરંગાબાદકર જીલ્લા વિકાસ અધિકારી મા. શ્રી અનીલ ધામેલીયા , પ્રાંત અધિકારી શ્રી મયંકભાઈ પટેલ , જીલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલ , જીલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સમીરભાઈ પટેલ , જીલ્લા રમતગમત અધિકારી શ્રીમતી હર્ષાબેન ઠાકોર , મોડાસા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બિપીનભાઈ આર.શાહ,કેળવણી મંડળના હોદ્દેદાર શ્રીઓ ટ્રસ્ટી શ્રીઓ, જીલ્લા સહકારી સંઘ ના અધ્યક્ષ શ્રી પ્રભુદાસભાઈ પી. પટેલ , વિવિધ ઘટક સંઘોના પ્રમુખશ્રીઓ ,તાલુકા રમતગમત કન્વીનર શ્રીઓ , તાલુકાની વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ , શૈક્ષણિક સંકુલની શાળાઓના આચાર્યશ્રીઓ ની ઉપસ્થિતિ માં થયો. મોડાસા હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી મનીષભાઈ જોષી એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પરીક્ષા પે ચર્ચા માં સહ શૈક્ષણિક પ્રવુત્તિઓના ઉલ્લેખ ની વાત સાથે સૌને આવકાર્યા હતા.
કલેકટરશ્રીએ વક્તવ્યમાં કલાને જીવનનું અભિન્ન અંગ ગણાવી જીવનને આનંદમય બનાવવાનું એક માધ્યમ છે તેમ જણાવી સૌ સ્પર્ધકોને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા જણાવ્યું. મા.જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગુજરાત ની ઓળખ તેની કલા અને સંસ્કૃતિ છે અરવલ્લી જીલ્લા ની ભાતીગત સંસ્કૃતિ નો વારસો જાળવી તેનું જતન કરજો તેમ જણાવ્યું. જીલ્લા શિક્ષણાધિકારી શ્રીએ સૌ સ્પર્ધકોને કલાનો મહિમા સમજાવી પ્રોત્સાહિત કર્યા. મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી બિપીનભાઈ શાહે કેળવણી મંડળની શાળાઓના ક્લા ક્ષેત્રના પૂર્વ નામાંકિત વિદ્યાર્થીઓ નો ઉલ્લેખ કરી મંડળ કલા ક્ષેત્રના વિકાસ માટે સતત કાર્યરત છે તેમ જણાવ્યું. જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ૪૫૦ ઉપરાંત કલાકારો પોતાનામાં રહેલી કલા શક્તિઓને પ્રદર્શિત કરશે.કલા મહાકુંભમાં અરવલ્લી જીલ્લા માંથી કુલ ૧૦,૫૦૦ જેટલા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું.