Western Times News

Gujarati News

વિશ્વની જેલોમાં ૧૦ હજારથી વધુ ભારતીયો: પાકિસ્તાનમાં ભારતના ર૬૬ નાગરીકો કેદ

સાઉદીમાં ભારતના સૌથી વધુ ર,૬૩૩ કેદીઓ, અમેરીકાની જેલોમાં માત્ર ૧૬૯

(એજન્સી)નવીદિલ્હી, કેન્દ્ર સરકારેર જણાવ્યું છેકે વિશ્વની અલગ અલગ જેલોમાં ભારતના ૧૦,૧પર કેદીઓ કારાવાસ ભોગવી રહયા છે. તેમાં વિચારાધીન અને સજા ભોગવી રહેલા એમ બંને પ્રકારના કેદીઓનો સમાવેશ થાય છે. સાઉદી અરબની સમાવેશ થાય છે. સાઉદી અરબની જેલોમાંથી ભારતના સૌથી વધુ ર.૬૩૩ કેદીઓ કેદ છે. અમેરીકાની જેલમાં માત્ર ૧૬૯ ભારતીય નાગરીકો કેદ છે. ઉલ્લેખનીય છેકે હજી ગયા સપ્તાહે જ ૧૦૪ ભારતીય નાગરીકોને હદપાર કર્યા હતા.

આવનારા દિવસામાં વધુ ભારતીય નાગરીકો હદપાર થવાના છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારતના ર૬૬ તો નેપાળની જેલમાં ૧,૩૧૭ ભારતીયો કેદ છે. તે જ પ્રમાણે શ્રીલંકામાં ૯૮,બાંગ્લાદેશમાં માત્ર ૪, ચીનમાં ૧૭૩ તો ભુતાનમાં ૬૯ ભારતીયો જેલોમાં કેદ છે.

વિદેશ રાજયપ્રધાન કિતીવંર્ધનસિંહે ગુરુવારે રાજયસભામાં આ જાણકારી આપી હતી. તૃણમુલ કોગ્રેસના સાકેત ગોખલેએ સરકારને પુછેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ જાણકારી આપી હતી.વિદેશ રાજયપ્રધાને જણાવ્યું હતું કે, વિશ્વના વિવિધ દેશોની જેલોમાં ભારતના ૧૦,૧પર કેદી બંધ છે. તે પૈકી વિચારાધીન કેદીઓની સંખ્યા ર,૬૮૪ છે.

વિદેશ રાજયપ્રધાને એમ પણ કહયું હતું કે, કેટલાલક દેશો તેમના ગોપનીયતા કાયદાઓને કારણે સંબંધીત વ્યકિત સરકારને તેના અંગેની જાણકારી શેર કરવા મંજૂરીર ના આપે ત્યાં સુધી તેમના દેશની જેલમાં કેદ વ્યકિતની જાણકારી નથી આપતી. દેશો આવા કેદીઓ અંગેની વિસ્તૃત જાણકારી નથી જ આપતા. સાઉદી અરબની જેલોમાં સૌથી વધુ ૧,રર૬ વિચારાધીન કેદી કેદ છે.

ભારતના ર૯૪ નાગરીકો યુએઈની જેલોમાં વિચારાધીન કેદી છે. યુએઈની જેલોમાં વિચારાધીન કેદી છે. પાડોશી દેશોની વાત કરવામાં આવે તો અહી ર૭ ભારતીય નાગરીકો વિચારાધીન કેદી છે. બાંગ્લાદેશમાં ચાર, ભુતાનમાં ૮, શ્રીલંકામાં ૪૪,મ્યાંમારમાં ૬ તો ચીનમાં ૯પ ભારતીય નાગરીકો વિચારાધીન કેદી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.