ફાઈનાન્સ કંપનીના મેનેજર સહિત ૬ જણાએ રૂ.૮૪ લાખની ઉચાપત કરી

આણંદ, પેટલાદ શહેરમાં કાર્યરત નોન બેન્કીંગ ફાઈનાન્સ કંપની અને માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટયુટના કર્મચારીઓએ ભેગા મળી ર૧૧ જેટલા ખોટા ગ્રાહકો તૈયાર કરી તેમના નામે રૂ.૮૪,૦૦,૦૦૦ લાખની લોન લઈ આ નાણાં ગપચાવી લીધા હતા. જે અંગે બેન્કના ડેપ્યુટી મેનેજરે આ અંગે બેન્કના મેનેજર અને કસ્ટમર ઓફિસર સહિત ચાર તથા બહારના બે મળી કુલ છ વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મૂળ બિહરના અને હાલ બેંગ્લોર ખાતે ઉદયન શિવપ્રકાશ ભૂમિહાર ઉ.વ.૪૪ રહે છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ નોન બેન્કીંગ ફાઈનાÂન્સયલ કંપની અને માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટયુટ જે કંપની એકટ ર૦૧૩ હેઠળ કાર્યરત છે. જેનું હેડકવાટર બેંગ્લોર ખાતે આવેલું છે. તેમાં તેઓ ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં ગંગામૈયા પાર્કની સામે હર્ષલ હોસ્પિટલ, સાયોના હોટલ ખાતે નટુભાઈ મિસ્ત્રીના મકાનમાં તેમણે તેમની આ કંપની ભાડેથી શરૂ કરી હતી
જે ડાયરેકટર લેન્ડીંગ બ્રાન્ચ છે. આ બ્રાન્ચમાં વિષ્ણુભાઈ રામાભાઈ પ્રજાપતિ કસ્ટમર સર્વિસ ઓફિસર, ભાવેશકુમાર પરમાર આસિસ્ટન્ટ મેનેજર વિકાસ કુમાર ઠાકોર કસ્ટમર સર્વિસ ઓફિસર અશોકભાઈ પોપટભાઈ રાઠોડ કસ્ટમર સર્વિસ ઓફિસર, મોઈનમિયાં મલેક કસ્ટમર સર્વિસ એÂક્ઝક્યુટિવ, શૈલેષભાઈ ભરવાડ કસ્ટમર સર્વિસ ઓફિસર, સંદીપકુમાર પઢીયાર અને સમીરકુમાર ઠાકોર વગેરે પણ કસ્ટમર સર્વિસ ઓફિસર છે.
આ શાખાના મેનેજર તરીકે હિતેશકુમાર સોલંંકી છે જે પાંચ બ્રાન્ચનું સુપરવિઝન કરે છે અને રીજનલ મેનેજર અભિષેક ગોવિંદભાઈ પ્રજાપતિ છે. જેઓની તેમના હેઠળ આવતી ર૧ બ્રાન્ચનું સુપરવિઝન કરવાની જવાબદારી છે.
ગત તા.૧૦ ફેબ્રુઆરીના રોજ બપોરના ત્રણ વાગ્યે ઉદયનભાઈ મીટિંગ પતાવીને પરત આવ્યા ત્યારે તેમના સિનિયર મેનેજર સ્વાતી પ્રિયા જાય તેમને જણાવ્યું હતું કે, કોઈ અજાણી વ્યક્તિએ ટોલ ફ્રી નંબરથી જણાવ્યું હતું કે, તમારી ગુજરાત પેટલાદમાં આવેલ બ્રાન્ચમાં લોન લેનાર તરીકે જે ગ્રાહકો દર્શાવેલા છે તે ખોટા બતાવેલ છે જેમાં લોન લેનાર તકે નામ છે
તેઓએ ખરેખર લોન લીધી જ નથી તેમના દસ્તાવેજો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવેલા છે. આ માહિતીને આધારિત ઉદયનભાઈએ તપાસ શરૂ કરી ત્યારે અસલ ખાતાધારકની જગ્યાએ જે ગ્રાહકના નામે લોન લીધેલી તે ગ્રાહકનું નામ બેન્ક ડિટેલ્સ તરીકે રજૂ કરેલી બેન્ક ખાતાની ચોપડીમાં કોમ્પ્યુટરના માધ્યમથી મોડીફાઈ કર્યું હોવાનું જણાય આવ્યું હતું.
વિષ્ણુભાઈ રામભાઈ પ્રજાપતિ કસ્ટમર સર્વિસ ઓફિસર તરીકે ખોટા ડોક્યુમેન્ટ મંગાવી લોન મંજૂર કરાવી ઉપરોકત તમામ છ વ્યક્તિઓએ ભેગા મળી આજદિન સુધીમાં ર૧૧ લોન એકાઉન્ટ ખોટી રીતે ઓપન કરી પોતાના મળતિયા માણસોના નામ બેન્કની બેનિફિશફરી તરીકે બેન્ક પાસબકુમાં એડિટ કરી ખોટા બનાવેલ ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરી લોનના રૂપિયા ૮૪ લાખ પોતાના અંગત ઉપયોગમાં લઈ કંપનીને ધુમ્બો માર્યો હતો. આ બનાવ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.