Western Times News

Gujarati News

સાબરમતી એક્સપ્રેસ આ કારણસર ઊંઝા અને સિદ્ધપુર જશે નહીં

પ્રતિકાત્મક

સાબરમતી-યોગનગરી ઋષિકેશ-સાબરમતી યોગા એક્સપ્રેસ અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી દોડશે

અમદાવાદ ડિવિઝનના મહેસાણા-પાલનપુર સેક્શન પર ઊંઝા અને કામલી સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 929 પર ગર્ડર લોન્ચિંગ માટે 18.02.2025 ના રોજ બ્લોક લેવામાં આવ્યો છેજેના કારણે સાબરમતી-યોગનગરી ઋષિકેશ-સાબરમતી એક્સપ્રેસ અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી દોડશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં. ૧૮.૦૨.૨૦૨૫ ના રોજ આ ટ્રેનોમાં મુસાફરી કરતા ઊંઝા અને સિદ્ધપુરના મુસાફરોની સુવિધા માટે,પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા વિશેષ બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

પરિવર્તિત માર્ગ પર દોડતી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1.   ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર ૧૯૦૩૧ સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ નિર્ધારિત રૂટ મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુરને બદલે ડાયવર્ટ કરેલા રૂટ મહેસાણા-પાટણ-ભિલડી-પાલનપુર પરથી દોડશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં.

2.   ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ યોગનગરી ઋષિકેશથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૦૩૨ યોગનગરી ઋષિકેશ-સાબરમતી યોગા એક્સપ્રેસ નિર્ધારિત રૂટ પાલનપુર-ઊંઝા-સિદ્ધપુર-મહેસાણા ને બદલે ડાયવર્ટ કરેલા રૂટ પાલનપુર-ભિલડી-પાટણ-મહેસાણા પરથી દોડશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં.

3.   ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ દૌલપુર ચોકથી ઉપડતી ટ્રેન નં. ૧૯૪૧૨ દૌલપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત રૂટ પાલનપુર-ઊંઝા-સિદ્ધપુર-મહેસાણા ને બદલે પાલનપુર-ભિલડી-પાટણ-મહેસાણા પરથી દોડશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં.

ઉપરોક્ત ટ્રેનો દ્વારા મુસાફરી કરતા ઊંઝા અને સિદ્ધપુરના મુસાફરોની સુવિધા માટે બસ સુવિધાની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર ૧૯૦૩૧ સાબરમતી-યોગનગરી ઋષિકેશથી ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનના મુસાફરો માટે બસ ૧૮.૦૨.૨૦૨૫ ના રોજ સવારે ૧૧.૧૫ વાગ્યે ઊંઝા સ્ટેશનથી ઉપડશે અને સિદ્ધપુર રેલ્વે સ્ટેશનથી બપોરે ૧૨.૦૦ વાગ્યે પાલનપુર રેલ્વે સ્ટેશન માટે ઉપડશે.

ટ્રેન નંબર ૧૯૦૩૨ યોગનગરી ઋષિકેશ-સાબરમતી એક્સપ્રેસ અને ટ્રેન નંબર ૧૯૪૧૨ દૌલતપુર-સાબરમતી એક્સપ્રેસ દ્વારા સિદ્ધપુર અને ઊંઝા સ્ટેશનો સુધી મુસાફરી કરનારા મુસાફરો માટે બસ પાલનપુર રેલ્વે સ્ટેશનથી ૧૮.૦૨.૨૦૨૫ ના રોજ બપોરે ૧૩.૦૦ વાગ્યે સિદ્ધપુર અને ઊંઝા રેલ્વે સ્ટેશનો માટે ઉપડશે.

 

મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો. ટ્રેનોના સમયસ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટેમુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.