મહંમદપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ કપડવંજ ન્યાય મંદિરની મુલાકાત લીધી
કપડવંજ તાલુકાના મહંમદપુરા ગામે આવેલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ કપડવંજ ન્યાય મંદિર ની મુલાકાત લીધી હતી જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં આવતા સામાજિક વિજ્ઞાન ના એકમ ને ધ્યાનમાં રાખી ને તેમને મુલાકાત કરાવી વિદ્યાર્થીઓને તાલુકા ન્યાય મંદિર માં દિવાની ફોજદારી તેમજ જ્યુડિશિયલ કોર્ટ અંગે સમજાવવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાના ૫૭ જેટલા વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષિકા બહેનો એ ન્યાય મંદિરની મુલાકાત લીધી હતી ન્યાયમંદિરના સ્ટાફે ન્યાય મંદિર માં આવેલી પ્રક્રિયા વિશે સમજ આપી અને બાળકોને નાસ્તો કરાવ્યો હતો