મહારાષ્ટ્રમાં છાવા માટે સવારે ૬ અને મોડી રાતના શોની ડિમાન્ડ

મુંબઈ, છત્રપતિ સંભાજી મહારાજના જીવન આધારિત ‘છાવા’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. પહેલાં ત્રણ દિવસમાં ગ્લોબલ બોક્સઓફિસ પર રૂ.૧૫૦ કરોડ જેટલું કલેક્શન મેળવી લીધું છે. આ ફિલ્મની ટિકિટની એટલી ડિમાન્ડ છે કે, ફિલ્મના એક્ઝિબિટર્સ મહારાષ્ટ્રમાં મોડી રાતના અને સવારે ૬ વાગ્યાના શો પણ ગોઠવવા લાગ્યા છે.
છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારીત ‘છાવા’માં સ્વરાજના મહત્ત્વ અને મુગલ બાદશાહ ઔરંગઝેબની કટ્ટરતા-ક્‰રતાને દર્શાવાયા છે.
મરાઠા રાજની સ્થાપના કરનારા છત્રપતિ શિવાજી મહારાજને સિંહ કહેવામાં આવે છે ત્યારે સિંહના બચ્ચા એટલે કે ‘છાવા’ તરીકે સંભાજી રાજેને લોકો ઓળખે છે. તેમની લોકપ્રિયતાના કારણે મુંબઇ અને પુણેનાં ઘણા થિએટરમાં મોડી રાતના શો શરૂ કરવામાં આવ્યા છે, જેથી થોડાં વધુ કલાકો સુધી ટિકિટ વિન્ડો પર લાભ લઈ શકાય.
નાના શહેરોમાં ઘણા થિએટર એવા પણ છે જ્યાં સવારે ૬ વાગ્યાના કે રાતના ૧ વાગ્યના શો પણ ગોઠવાયા છે. કેટલાંક અહેવાલો અનુસાર, મુંબઈમાં રાત્રે ૧૨.૪૫, ૧ અને ૧.૧૫ વાગ્યાના શોથી લઇને ૧.૩૦ વાગ્યાના શો પણ ધ્યાનમાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે પુણેમાં આવા સમયના શોમાં ૯૫ટકા હાજરી પણ હતી. પુણેમાં ઘણા થિએટર એવાં પણ હતાં, જ્યાં સવારે ૬ વાગ્યાના શો હતા.
જોકે, શનિવારે ‘છાવા’ના ઘણા શોમાં ૫૦ ટકા હાજરી પણ જોવા મળી હતી, જે રાતના શોમાં વધીને ૬૯ ટકા થઈ હતી. મુંબઈમાં આ આંકડો ૯૩ ટકા સુધી પહોંચ્યો હતો તો પુણેમાં તે ૯૭ ટકા સુધી પહોંચ્યો હતો. આશ્ચર્ય સાથે આનંદની વાત એ છે કે સાઉથના ઘણા શહેરોમાં છાવા ઘણી સારી ચાલી રહી છે.
ચેન્નઈ અને હૈદ્રાબાદ જેવા શહેરોમાં શનિવારે રાતના શો માટે ૮૧ ટકા અને ૮૮ ટકા જેટલી હાજરી નોંધાઈ છે. આ ફિલ્મમાં વિકી કૌશલના અભિનયના ભરપુર વખાણ થઈ રહ્યા છે, જ્યારે અક્ષય કુમારે આ ફિલ્મમાં મુગલ બાદશાહ ઔરંગઝેબ તરીકે દમદાર અભિનય આપ્યો છે, એક વૃદ્ધ બાદશાહ જેની ક્‰રતા અને કટ્ટરતા આ ઉંમરે પણ અકબંધ છે.
રશ્મિકા મંદાના એક જાજરમાન અને સમર્પિત રાણીના પાત્રમાં સુંદર લાગે છે, જો ઝોયરાબાઈ તરીકે દિવ્યા દત્તાએ એવો અભિનય કર્યાે છે કે લોકોને તેને પડદા પર વધુ જોવાની ઇચ્છા થાય છે. વિવેચકો તરફથી આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં આશુતોષ રાણા, નીલ ભોપાલન, ડાયના પેન્ટી જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે.SS1MS