સચિવાલયને ‘કોલેજ કેમ્પસ’ સમજતા અધિકારી-કર્મચારીઓ માટે GADનો પરિપત્ર

ટ્રાફિક છે તો ૧૦ મિનિટ છૂટછાટ મળશે પણ ત્રણ વખત લેટ થયા તો ‘પગાર કાપ’
(એજન્સી)ગાંધીનગર, ‘સરખેજ-ગાંધીનગર એસજી હાઈવે અમદાવાદથી આવતા રસ્તે ટ્રાફીક હતો. એટલે આજે લેઈટ થયું, દરરોજ આવી અને આ પ્રકારની વિવિધ લેટ લતીફી ઉપરીને પકડાવી ફોસલાવતા સચીવાલયના અધિકારી-કર્મચારીઓ સામે સરકાર વીફરી છે.
રાજયના સામાન્ય વહીવટ વિભાગ-ગાડ એ બુધવારે એક પરીપત્ર કરીને ટ્રાફીકના નામે ૧૦ મીનીટની છુટછાટ આપવાની શરતે મહીનામાં ત્રણ કે તેથી વધારે વખત કચેરીઓમાં સવારે ૧૦-૪૦ કલાક પછી આવતા અને સાંજે ૬.૧૦ કલાક પહેલા કચેરી છોડતા અફસરાના પગાર કાપી લેવા આદેશ બહાર પાડયો છે.
ગુજરાત સરકારમાં નવી ભરતીને કારણે અધિકાંશ અધિકારી-કર્મચારીઓ યુવા વયના છે. લાંબા સમયથી અહી નવા-જુના સચીવાલય ઉધોગ ભવન, કર્મયોગી ભવનથી છેક જીલલાની કચેરીઓમાં શિસ્ત, સમયબદ્ધતાનો સાવ અભાવ જોવા મળી રહયો છે.
સરકારી કચેરીઓ તો જાણે કોઈ કોલેજ કે યુનિવસીટીનું કેમ્પસ હોય તેવા દેશ્યો હોયછે. જેની સામે ગાડ એ પહેલાથી અમલમાં રહેલી ઈન્ટીગ્રેટેડ સીકયોરીટી એકસેસ એન્ડ મેને મેનેજમેન્ટ સીસ્ટમ- આઈએસીએમએમએસથી હાજરીનો સાથે ડીજીટલ એટેન્ડન્સ સીસ્ટમ ‘દાસ’નો અમલ શરૂ કરાવ્યો છે. આ નવી સીસ્ટમ દાસ મે-ર૦રપથી કાયમી થશે.
GADના ઉપસચીવ શીવાંગી ચૌધરીની સહીથી બુધવારે પ્રસિદ્ધ થયેલા પરીપત્રમાં કહેવાયું છેકે, આઈએસીએમએમએસમાં હાજરીનો ડેટા ચકાસતા અનેક સેવકો અનિયમીત હોવાનું ધ્યાને આવ્યું છે. હકીકતોમાં તો સરકારી ઓફીસમાં આવવાનો સમય સવારે ૧૦-૩૦ કલાકનો છે.
અને ઓફીસ છોડવાનો સમય સાંજે ૬.૧૦ કલાક આમ છતાંયે અમદાવાદથી આવતી પોઈન્ટની બસો સચીવાલય સંકુલમા પ્રવેશી શકતી ન હોવાથી રસ્તામાં ટ્રાફીક જામ હોવાથી સવારના સમય ૧૦ મીનીટ છુટછાટ આપી ૧૦-૪૦ સુધીનો સમય નકકી કરાયો છે. જેમાં નિયમીતતા જાળવવા સુચના હોવા છતાંયે પાલન થતું નથી. આથી જે અધિકારી કે કર્મચારી એક મહીનામાં ત્રણ વખત કચેરીમાં સવારે ૧૦-૪૦ કલાક પછી આવનારા કે સાંજે ૬.૧૦ કલાક પહેલા કચેરી છોડશે તેની અડધા દિવસની પરચુરણ રજા કાપી લેવાશે આવું વારંવાર કરનારા સામે શિસ્તષિયક કાર્યવાહી પણ થશે.