ટાટા મોટર્સે ટાટા સફારીનાં 27 વર્ષની ઉજવણી કરી

ખાસ સ્ટીલ્થ એડિશન રજૂ, જે ફક્ત 2700 યુનિટ્સ સુધી મર્યાદિત રહેશે
મુંબઈ, 18મી ફેબ્રુઆરી, 2025: ભારતની અગ્રણી એસયુવી ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા લક્ઝરી, પાવર અને એક્સ્ક્લુઝિવિટીના બોલ્ડ અને અત્યાધુનિક પ્રતીક ખાસ લિમિટેડ સ્ટીથ એડિશન લોન્ચ કરવા સાથે ટાટા સફારીનાં 27 પ્રતીકાત્મક વર્ષોની ગૌરવભેર ઉજવણી કરી હતી. ફક્ત 2700 યુનિટ્સને મર્યાદિત આ પ્રીમિયમ એડિશન હેરિયર અને સફારીમાં ઉપલબ્ધ હોઈ એક્સક્લુઝિવિટી અને ઉત્કૃષ્ટ એસયુવી એસ્થેટિક્સનો ઉત્તમ દાખલો બેસાડે છે.
સ્લીક, મોનોટોન ફિનિશીઝ સાથે આ સ્ટીલ્થ લાઈન-અપ ઈચ્છાશક્તિની તાજી લહેરનો ચમકારો આપતાં અનોખું વાહન વસાવવાની ગ્રાહકોની વધતી અગ્રતાઓને દર્શાવે છે. જૂજ યુનિટ્સ વેચાણમાં મુકાવાના હોવાથી સ્ટીલ્થ એડિશન માટે બુકિંગ આજથી ઓનલાઈન અને દેશભરમાં અમારી ડીલરશિપ્સ ખાતે ખુલ્લી મૂકવામાં આવી છે.
સ્ટીલ્થ એડિશન સંપૂર્ણ નવા સ્ટીલ્થ મેટ્ટી બ્લેક ફિનિશ સાથે લૂક્સને ઉઠાવ આપીને રસ્તા પર એવી નિઃશંક હાજરી દર્શાવે છે કે ફક્ત જોઈ શકાતી નથી, પરંતુ મહેસૂસ પણ કરી શકાય છે. ડિઝાઈન સ્ટેટમેન્ટથી પણ ઉપરવટ આ એડિશન વર્ચસ અને વિશિષ્ટતાઓનો દાખલો છે, જે રસ્તા પર અનોખો તારવતો રુઆબ પ્રદાન કરે છે. મેટ્ટી કાર પેઈન્ટ અજોડ, સ્ટાઈલિશ ફિનિશ પ્રદાન કરીને એસયુવીના અજોડ આકર્ષણને ઓર વધારે છે.
તેની નોન- રિફ્લેક્ટિવ સપાટી વાહનને અત્યાધુનિક, મનોહર લૂક પ્રદાન કરીને એસયુવીની બોડી લાઈન્સ અને કોન્ટુર્સને આલેખિત કરી તેને અત્યંત ઉત્તમ પ્રીમિયમ તરીકે નિખારી લાવે છે. તેજસ્વી ચમક કપરા સૂર્યપ્રકાશમાં ગ્લેર ઓછું કરે છે, જેથી વાહનનું બોલ્ડ વલણ કોઈ પણ પ્રકાશની સ્થિતિમાં પણ બેરોકટોક રહે છે.
હેરિયર અને સફારીમાં આ નવી આકર્ષક એડિશન લોન્ચ કરવા બાબતે ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ.ના ચીફ કમર્શિયલ ઓફિસર શ્રી વિવેક શ્રીવત્સે જણાવ્યું હતું કે, ‘’ટાટા મોટર્સ તેના ડીએનએમાં ઊંડાણથી મઢવામાં આવેલા ઈનોવેશન સાથે ભારતમાં એસયુવી સેગમેન્ટમાં આગળ રહી છે. ટાટા સફારી ભારતીય બજારમાં લાઈફસ્ટાઈલ એસયુવીની સંકલ્પના રજૂ કરવામાં આવી હતી, જે ઉત્કૃષ્ટતામાં આગેવાનાના જોશનો ઉત્તમ દાખલો બની રહી છે. 27 વર્ષની નિર્વિવાદ વારસા સાથે ટાટા સફારીએ ઉત્ક્રાંતિ પામવાનું ચાલુ રાખ્યું છે અને સ્ટીલ્થ એડિશનનું લોન્ચ તેને સલામી છે.
આ વિશેષ એડિશન પ્રીમિયમ, એક્સક્લુઝિવ રિલીઝ રહેશે, જેમાં આકર્ષક સ્ટીલ્થ મેટ્ટી બ્લેક ફિનિશનાં ફક્ત 2700 યુનિટ્સ ઉપલબ્ધ કરાયા છે. સ્ટીલ્થ એડિશન એસયુવીથી પણ વિશેષ છે. તેનું પ્રેસ્ટીજ, એડવેન્ચર અને કેપેબિલિટીનું સ્ટેટમેન્ટ તેને આકાંક્ષાત્મક કલેકટર્સ કાર બનાવે છે, જેની શોખીનો અને ચાહકો દ્વારા પણ સરાહના કરવામાં આવે છે. સ્ટીલ્થ એડિશન વસાવવી તે ઉત્તમ કાર ધરાવવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ વાહન ઉદ્યોગનો એવો નમૂનો વસાવવાની વાત છે, જે દરેકમાં તેમના ગેરેજમાં તે હોય તેની આકાંક્ષા જગાવશે.’’
ટાટા હેરિયર અને સફારી સ્ટીલ્થ એડિશન વિશે
હેરિયર અને સફારી સ્ટીલ્થ એડિશન મજબૂત ઓમેગાઆરસી મંચ પર નિર્માણ કરાઈ છે, જે લીજેન્ડરી લેન્ડ રોવર ડી9 પ્લેટફોર્મ પરથી પ્રરિત છે, જે ડિઝાઈન, પરફોર્મન્સ અને આધુનિક ટેકનોલોજીનું આકર્ષણ સંમિશ્રણ પ્રદાન કરે છે. તેની ખાસ સ્ટીલ્થ મેટ્ટી બ્લેક ફિનિશ, આર19 બ્લેક એલોય વ્હીલ્સ અને સ્ટીલ્થ મેસ્કોટ તેની બોલ્ડ અને કમાન્ડિંગ હાજરીને વધુ બહેતર બનાવે છે. ભીતર તે કાર્બન- નોઈર થીમ (સફારીમાં ફક્ત 2જી હરોળ)માં વેન્ટિલેટેડ ફર્સ્ટ અને સેકંડ રો સીટ્સ ઓફર કરે છે.
ઉપરરાંત તેમાં વોઈસ- આસિસ્ટેડ ડ્યુઅસ- ઝોન ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમ છે, જે પ્રીમિયમ કમ્ફર્ટને ખાતરી રાખે છે. 31.24 સેમી હર્મન ટચસ્ક્રીન ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ, એન્ટરટેઈનમેન્ટ માટે આર્કેડ એપ સ્ટોપ, રિમોટ કનેક્ટ માટે એલેક્સા હોમ 2 કાર, નેવિગેશન માટે અંતર્ગત મેપ માય ઈન્ડિયા, 26.93 સેમી ડિજિટલ ઈન્સ્રુમેન્ટ સેન્ટર અને હર્મન ઓડિયોવોરએક્સ સાથે આકર્ષક જેબીએલ 10 સ્પીકર ઓડિયો સિસ્ટમ, સ્લાઈડિંગ આર્મ રેસ્ટ અને સ્પ્રિંક્લર નોઝલ આકર્ષણરૂપ છે. આ એડિશનને KRYOTEC 2.0L BS6 ફેઝ 2 ટર્બોચાર્જડ એન્જિન પાવર આપે છે,
જે રિફાઈન્ડ ડ્રાઈવિંગ અનુભવ માટે 6- સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન થકી 170PS પ્રદાન કરે છે. સુરક્ષાને તેના હાર્દમાં રાખતાં સ્ટીલ્થ એડિશનમાં ઈન્ટેલિજન્ટ સ્પીડ આસિસ્ટ ફીચર (સેગમેન્ટમાં પહેલી વાર), 7 એરબેગ્સ અને 17 સેફ્ટી ફંકશન્સ સાથે ઈએસપી સહિત 21 ફંકશનાલિટીઝ સાથે સ્ટીલ્થ એડિશન ફીચર્સ લેવલ 2+ એડીએએસ સાથે સુરક્ષા રાખે છે, જે તેને તેની કક્ષામાં સૌથી સુરક્ષિત એસયુવીમાંથી એક બનાવે છે.