Western Times News

Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રીએ મંત્રીઓને આપવામાં આવતી પર્સનલ સ્ટાફની સેવાઓ સમાપ્ત કરી

પૂર્વ મુખ્યમંત્રીના તમામ અધિકારીઓના સ્ટાફને મૂળ સ્થાને મોકલવામાં આવ્યો -પૂર્વ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને આપવામાં આવતી પર્સનલ સ્ટાફની સેવાઓ સમાપ્ત કરવાની જાહેરાત કરી

નવી દિલ્હી,  દિલ્હીમાં નવી સરકાર બની છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તેમની કેબિનેટના તમામ મંત્રીઓ પહેલા દિવસથી જ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. શપથ લીધાના થોડા કલાકો બાદ જ સીએમ રેખા ગુપ્તાએ તેમના કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં દિલ્હી સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. હવે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ પૂર્વ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને આપવામાં આવતી પર્સનલ સ્ટાફની સેવાઓ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.

આ સાથે સીએમ રેખા ગુપ્તાએ એવા અધિકારીઓને તેમના મૂળ વિભાગોમાં પાછા મોકલી દીધા છે જેમની અગાઉની સરકાર દ્વારા અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી હતી. આ તમામ અધિકારીઓને તેમના મૂળ વિભાગોમાં તાત્કાલિક રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઘણા અધિકારીઓ અને કર્મચારીઓને અન્ય બોર્ડ કોર્પોરેશનમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે એક સપ્તાહ પહેલા પૂર્વ સરકાર દ્વારા તમામ વિભાગો પાસેથી કોન્ટ્રાક્ટ અને પર્સનલ સ્ટાફની માહિતી માંગવામાં આવી હતી, હવે તેમને પેરેન્ટ વિભાગમાં પરત ફરવાનું કહેવામાં આવ્યું છે.

દિલ્હીમાં નવી સરકારની રચના બાદ ગુરુવારે કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી. કેબિનેટની બેઠક બાદ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે દિલ્હી સરકારે ‘આયુષ્માન ભારત’ યોજનાને લાગુ કરવા માટે મંજૂરી આપી દીધી છે. કેગના રિપોર્ટને લઈને પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે ઝ્રછય્ના કુલ ૧૪ રિપોર્ટ પેન્ડિંગ છે, જેમાંથી ઘણા રિપોર્ટમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે. જ્યારે આ અહેવાલો સાર્વજનિક થશે ત્યારે ઘણા મોટા ખુલાસા સામે આવશે, જે આમ આદમી પાર્ટીની સરકારની કાર્યશૈલી અને વિવિધ વિભાગોમાં થઈ રહેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રેખા ગુપ્તા સાથે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે છ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ સૌથી પહેલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાને શપથ લેવડાવ્યા હતા. આ પછી અનુક્રમે પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, કપિલ મિશ્રા, પંકજ કુમાર સિંહ અને રવિન્દ્ર ઈન્દ્રરાજ સિંહે શપથ લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.