Western Times News

Gujarati News

ભારત સહિત BRICSના દેશો તૂટી ગયાઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખે કહ્યું કે,BRICS દેશો અમેરિકન ડોલરને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા હતા: 

જે પણ બ્રીક્સ દેશ ડોલરને ખતમ કરવાની વાત કરશે, તેના પર ૧૫૦ ટકા ટેરિફ લગાવવામાં આવશે

વોશિંગ્ટન,  અમેરિકાનો કોઈ ભરોસો નથી. તે પોતાના હેતુઓને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તાજું ઉદાહરણ બ્રીક્સ દેશો પર ટ્રમ્પના દાવાનું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘ભાગલા પાડો અને રાજ કરો’ વાળો ખેલ રમી રહ્યા છે.

તેઓ ડરાવી-ધમકાવીને બ્રીક્સ દેશોને તોડવા માંગે છે. પહેલા તો તેમણે ઉપરાઉપર ટેરિફની ધમકી આપી હતી. હવે ટ્રમ્પે બ્રીક્સ પર ચોંકાવનારો દાવો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે, તેમની ૧૫૦ ટકા ટેરિફની ધમકીથી બ્રીક્સ તૂટી ગયું છે. BRICS, formed in 2009, is an intergovernmental organisation made up of 10 countries – Brazil, Russia, India, China, South Africa, Egypt, Ethiopia, Indonesia, Iran, and the United Arab Emirates.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ૧૫૦ ટકા ટેરિફની ધમકી આપવાને કારણે ભારત સહિત બ્રીક્સ ગ્રુપ તૂટી ગયું છે. ટ્રમ્પે બ્રીક્સ દેશોને વારંવાર ચેતવણી આપી હતી કે, જો બ્રીક્સ દેશો અમેરિકન ડોલરની જગ્યાએ કોઈ બીજી કરન્સી, એટલે કે બ્રીક્સ કરન્સીને વૈશ્વિક કરન્સી બનાવવા માગશે, તો તેમના પર મોટા પાયે ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પનો દાવો એવા સમયે આવ્યો છે, જ્યારે બ્રીક્સ દેશો એવી કોઈ કરન્સી બનાવવાની મંશા નકારી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘મને ખબર નથી કે, તેમના સાથે શું થયું. અમે તાજેતરમાં બ્રીક્સ દેશોથી કંઈ સાંભળ્યું નથી.’ ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ‘બ્રીક્સ દેશો અમારા ડોલરને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા હતા. તેઓ નવી કરન્સી બનાવવા માંગતા હતા. તેથી જ્યારે હું આવ્યો, ત્યારે મેં સૌપ્રથમ કહ્યું હતું કે, જે પણ બ્રીક્સ દેશ ડોલરને ખતમ કરવાની વાત કરશે, તેના પર ૧૫૦ ટકા ટેરિફ લગાવવામાં આવશે અને અમને તમારો સામાન નથી જોતો. ત્યારબાદ બ્રીક્સ દેશો તૂટી ગયા, ભાંગી પડ્યા.’

બ્રીક્સમાં દસ દેશો છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, મિસ્ર, ઇથિઓપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને સંયુક્ત અરબ અમીરાત. બ્રીક્સ ૨૦૦૯માં બનાવવામાં આવ્યું હતું. આ એકમાત્ર મોટું આંતરરાષ્ટ્રીય સમૂહ છે, જેમાં અમેરિકા સામેલ નથી.

ટ્રમ્પ વારંવાર ટેરિફની ધમકી બ્રીક્સ દેશોને આપતા રહ્યા છે. રાષ્ટ્રપતિની ખુરશી સંભાળ્યા પછીથી જ્યારે પણ તક મળી છે, તેઓ ટેરિફથી બ્રીક્સ દેશોને ડરાવી રહ્યા છે. તેઓ ભારત, ચીન અને રશિયા સહિત બ્રીક્સની વધતી શક્તિથી ગભરાઈ રહ્યા છે.

એમ કહી શકાય કે, ટ્રમ્પ નથી ઈચ્છતા કે ભારત, રશિયા અને ચીનની કોઈ ત્રિકડી બને. તેમને ડર છે કે, જો બ્રીક્સ દેશો પોતાની કરન્સી બનાવશે, તો અમેરિકાનો બેન્ડ વાગી જશે. એ જ કારણ છે કે, તેઓ વારંવાર ટેરિફની ધમકી પુનરાવર્તન કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.