વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે વસ્ત્રાપુર ખાતે આવેલ સરકારી જિલ્લા પુસ્તકાલયમાં સાહિત્યિક પ્રદર્શન યોજાયું

વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે ગુજરાત સાહિત્ય અકાદામી, ગાંધીનગર, નિરંજન વર્મા એજ્યુકેશન ટ્રસ્ટ અને સરકારી જિલ્લા પુસ્તકાલય, વસ્ત્રાપુર, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ડૉ. ભાગ્યેશ જહા (અધ્યક્ષશ્રી, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર) અને ડૉ. પંકજ કે. ગોસ્વામી (નિયામકશ્રી ગ્રંથાલય, ગુ.રા., ગાંધીનગર)ની પ્રેરણાથી માતૃભાષા મહોત્સવ-2025 અંતર્ગત સાહિત્યિક પ્રદર્શન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડૉ.જયેન્દ્રસિંહ જાદવ મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતું તેમજ માતૃભાષાના મહત્વ વિશે ચર્ચા કરી હતી. તેમજ રોજબરોજના જીવનમાં માતૃભાષાના મહત્વની આગવી પ્રતિભા વિશે સમજણ આપી હતી.
આ કાર્યક્રમમાં ગ્રંથાલયના વાચક સભ્યોએ ઉત્સાહભેર પ્રદર્શન નિહાળ્યું હતું. ઉપરાંત, શ્રી ઘનશ્યામભાઈ ગઢવી, નિરંજન વર્મા એજ્યુકેશન ટ્રસ્ટ, જે.ડી. નિમાવત ગ્રંથપાલ, સરકારી જિલ્લા પુસ્તકાલય, અમદાવાદ, કે.જી.પરમાર, મદદનિશ ગ્રંથપાલ સ.જિ.પુ., અમદાવાદ તેમજ સાથી કર્મચારીઓના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.