Western Times News

Gujarati News

બાગેશ્વર ધામ જનસેવા સમિતિ દ્વારા 100 બેડ વાળી કેન્સર હોસ્પિટલ તૈયાર

મોદીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કેન્સર હોસ્પિટલનું કર્યું શિલાન્યાસ

(એજન્સી) ભોપાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારથી બે દિવસ મધ્યપ્રદેશના પ્રવાસે છે. ત્યાં તેઓએ છત્તરપુર બાગેશ્વર ધામ બાલાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી. પીએમ મોદીએ અહીં બની રહેલ કેન્સર ઇÂન્સ્ટટ્યૂટનું ખાતમુહૂર્ત કર્યું અને એક જનસભાને સંબોધી.

જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ખૂબ જ ઓછા સમયમાં મને બીજી વખત વીરોની ભૂમિની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું. આ વખતે બાલાજીનો ફોન આવ્યો. આ આસ્થાનું કેન્દ્ર હવે આરોગ્યનું કેન્દ્ર પણ બનવા જઈ રહ્યું છે. હું ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને આ ઉમદા કાર્ય માટે અભિનંદન આપું છું.

તેમણે કહ્યું, આજકાલ આપણે જોઈએ છીએ કે નેતાઓનો એક વર્ગ એવો છે જે ધર્મની મજાક ઉડાવે છે અને વિદેશી શક્તિ પણ તેમાં સામેલ છે. ગુલામીની માનસિકતાથી ઘેરાયેલા લોકો સનાતન, મંદિરો, સંસ્કૃતિ પર હુમલો કરે છે, પરંપરાઓ અને રિવાજોનો દુરુપયોગ કરે છે અને સંસ્કૃતિ પર કાદવ ઉછાળે છે. તેમનો એજન્ડા પરંપરાઓને તોડવાનો છે. આ વાતાવરણમાં મારા નાના ભાઈ ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી એકતાનો મંત્ર લઈને લોકોને જાગૃત કરવામાં વ્યસ્ત છે.

પીએમ મોદીએ કહ્યું, આપણા મઠો, મંદિરો, ધામો પૂજા અને ધ્યાનના કેન્દ્રો છે, તો બીજી તરફ વિજ્ઞાન અને સામાજિક ચેતનાના કેન્દ્રો બની ગયા છે. આપણા દેશે જ યોગ આપ્યો, જેનો ધ્વજ આજે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે સર્વત્ર મહાકુંભની ચર્ચા થઈ રહી છે. મહાકુંભ હવે પૂર્ણ થવાના આરે છે.

અત્યાર સુધી ત્યાં કરોડો લોકો શ્રદ્ધાથી ડૂબકી મારી ચૂક્યા છે. છત્તરપુર જિલ્લા સ્થિત બાગેશ્વર ધામ જનસેવા સમિતિ દ્વારા ૧૦૦ બેડ વાળી કેન્સર હોસ્પિટલ બની રહી છે, જે લગભગ ૨૫૨ કરોડ રૂપિયાના ખર્ચે બનશે. આ હોસ્પિટલ ૩ વર્ષમાં બનીને તૈયાર થઈ જશે, જે ૨૫ એકરમાં ફેલાયેલી છે. જણાવી દઈએ કે, બાગેશ્વર ધામ હનુમાનજી મંદિર અને આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી માટે પ્રસિદ્ધ છે. માન્યતા છે કે, આ મંદિરમાં આવી શ્રદ્ધાળુઓ પોતાની અરજી લગાવે છે અને એમની બધી ઈચ્છાઓ પૂરી થાય છે.

પીએમ મોદી છત્તરપુરના બાગેશ્વર ધામમાં ૧૦૦ બેડની કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું છે. આ હોસ્પિટલ માટે ૨૫ એકર જમીન પસંદ કરવામાં આવી છે. ૨૫૨ કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલ લગભગ ત્રણ વર્ષમાં તૈયાર થઈ જશે. અહીં ગરીબોને મફત સારવાર મળશે અને અન્ય દર્દીઓને ઓછા ખર્ચે સારવાર મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ હોસ્પિટલનું નિર્માણ ચાર તબક્કામાં થવા જઈ રહ્યું છે, જેથી તેને તબક્કાવાર પૂર્ણ કરી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.