નડિયાદની પાંચ સેવાભાવી પ્રતિભાઓનું પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિકથી સન્માન કરાયું

નડિયાદમાં યુથ સંવાદ ૨૦૨૫ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ માં ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત યુથ સંવાદ કાર્યક્રમ અંતર્ગત નડિયાદનીપ્રેરણાદાયક પાંચ પ્રતિભાઓને “શ્રી પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિક” થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે નડિયાદના રાધેફાર્મમાં સીનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ યુથ સંવાદ ૨૦૨૫ કાર્યક્રમમાં વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત મોટીવેશનલ સ્પીકર પ. પૂ.સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામી,
ખ્યાતનામ વક્તા નેહલ ગઢવી અને ડો.હાર્દિક યાજ્ઞિક દ્વારા યુવાનો અને ભાઈઓ બહેનો સાથે મોટીવેશનલ સંવાદ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂ સર્વમંગલ સ્વામી,પૂ જ્ઞાનવત્સલ સ્વામી,ગુણનિધિ સ્વામી,અન્ય સંતવૃંદ, અંબા આશ્રમના ગોપાલ મહારાજ ,સંતરામ મંદિરના સત્યદાસજી મહારાજ,ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ,માં શક્તિ ચેરીટેબલના પ્રગનેશભાઈ વગેરે અગ્રણીઓએ કાર્યક્રમનો મંગલ દીપ પ્રગટાવી શુભારંભ કર્યો હતો.
આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના પૂ.સંત સ્વામી, બીએપીએસ સંસ્થાના ભગવદ ચરણસ્વામી,પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ,ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, દેવાંગભાઈ પટેલપણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે નડિયાદના માં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને
નડિયાદના જાહેર જીવનમાં જન પ્રતિનિધિ તરીકે લોકમાનીતા નેતા તરીકે સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના પ્રેરણાદાયી પુરુષાર્થમાંથી પ્રેરણા લઇ યુવાનો માટે પ્રેરણાદાયી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નગર નડિયાદની પાંચ પ્રતિભાઓ યુરોલોજી ક્ષેત્રે વિશ્વવિખ્યાત યુરોલોજીસ્ટ ડો.મહેશભાઈ દેસાઇ, પદ્મશ્રી અને શિક્ષણવિદ ડો.હર્ષદભાઈ દેસાઈ, સમગ્ર વિશ્વમાં આયુર્વેદ ક્ષેત્રેશિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા ડો.એસ.એન. ગુપ્તા, પ્રગતિશીલ અને અનુભવી ઉધોગપતિ કિરણભાઈ પટેલ,માનવતાવાદી સેવાભાવ ધરાવતા
અને સંતરામભક્ત શિક્ષણક્ષેત્રે નેતૃત્વ અને એસ એન વી ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી વિપુલભાઇ પટેલ આ પાંચેય સેવભાવીઓનું તેમની સેવાનાયોગદાન બદલ સ્મૃતિચિન્હ અને પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિકથી સન્માન કરાયું હતું.આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સમાજમાં યુવાનોને રચનાત્મક રાહ મળે નવી દિશા મળે ,નવી પેઢીતૈયાર થાય.
એ આઈ ટેકનોલોજી માટે પણ તૈયાર થાય સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા ના સંરક્ષક બનવાપણ યુવાનો આગળ આવે તે ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન અહીં આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પ્રેરણાદાયી વક્તાબીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વંદનીય સંત પૂ જ્ઞાન વત્સલ સ્વામીએ મનનીય વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં વિકસિત ભારત માટે યુવાનોની ભૂમિકા મહત્વની બની રહેવાની છે.
યુવાનો ખંત અને નિષ્ઠા થી કામ કરશે તો ભારતને વિકસિત રાષ્ટ્ર બનતા કોઈ રોકી શકે તેમ નથી.અંધારું ભલે હોય પણ સુર્યોદય થશે જ એવો પોઝિટિવ વિચાર ધરાવતા યુવાનનો વિચાર સમૃદ્ધ વિચાર કહેવાય..વિચારો હંમેશા ઊંચા ને આશાવાદી હોવા જોઈએ.વ્યક્તિએ પોતે પોતાનું પરિવર્તન કરવાનું છે.હંમેશા સકરાત્મક ભાવમાં રહેવું.તેના માટે આ યુથ સંવાદ છે.
પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા સકારાત્મક ભાવમાં જ રહેતા. પ્રચંડ પરુષાર્થ પછી પણ કોઈ સ્વપ્ન તૂટે તો નિરાશ ના થવું..હંમેશા સકારાત્મક રહેવું.જેવી ભગવાનની ઈચ્છા..એમ વિચારી આપણા નક્કી કરેલા ધ્યેય તરફ પુનઃ પૃરુષાર્થ કરવો.બીજાના ભલામાં આપણું ભલું.એ પ્રમુખસ્વામીનો જીવનમંત્ર હતો..
યુવાવર્ગે આ ભાવનાથી કામ કરવાનું છે..એ આજના યુવાસંવાદનો સંદેશો છે..કારકિર્દી સાથે પરિવારને પણ મહત્વ આપવુ,ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિભાવ દ્રઢ રાખવા જ્ઞાનવત્સલ સ્વામીએ યુવાવર્ગને શીખ આપી હતી.