ગોધરા રામસાગર તળાવ અને ઝૂલેલાલ ઘાટ કિનારા ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

(પ્રતિનિધિ)ગોધરા, સંત નિરંકારી મિશન દ્વારા સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાન્નિધ્યમાં ૨૩ ફેબ્રુઆરીના રોજ ‘સ્વચ્છ જળ-સ્વચ્છ મન’ યોજનાના તૃતીય ચરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘જળ સંરક્ષણ’ તથા તેના બચાવ માટે અલગ-અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલી રૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળસ્ત્રોત ની સ્વચ્છતા
તથા સ્થાનીય જનતા માટે ‘જાગરૂકતા અભિયાન’ ના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથે જ ૨૩ ફેબ્રુઆરી, આજ રોજ સવારના ૭ વાગ્યાથી સેંકડો નિરંકારી ભક્તોએ રામસાગર તળાવના કિનારે જામેલી લીલ, કીચડ, પ્લાસ્ટિક કચરો વગેરે ગંદગી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપ્યો સાથે સાથે ગુજરાત રાજ્યમાં ૧૦૦ થી વધુ સ્થળો પર તથા દાહોદ ઝોનના ગોધરા શહેર તથા પંચમહાલના કુલ ૧૩ જળ સ્ત્રોતો પર સફાઈ અભિયાન ચલાવી અને જન માત્રને સ્વચ્છ જલ સ્વચ્છ મનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા સમાજ કલ્યાણ માટે આજીવન અનેક કાર્યો કરવામાં આવ્યા જેમાં સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ અભિયાનનો આરંભ મોખરે છે. બાબા હરદેવસિંહજી મહારાજની શિક્ષાઓથી પ્રેરણા લઇ દરેક વર્ષની જેમ જ આ વર્ષે નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજના નિર્દેશાનુસાર ‘સ્વચ્છ જળ સ્વચ્છ મન’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્યમાં ગોધરાના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી તેમને આ સેવાના કાર્યની પ્રશંસા કરી.