Western Times News

Gujarati News

નાસતા ફરતા રીઢા ચોરને ઝડતી પાડતી નડીયાદ ટાઉન પોલીસ

(પ્રતિનિધિ)નડીયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા શોધી કાઢવા સારુ ડ્રાઇવ આપેલ હોય જે ડ્રાઇવ સફળ બનાવવા સારૂની સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ભરવાડ નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ

પો.સબ.ઇન્સ એ.બી.મહેરીયા તથા પો.સબ.ઇન્સ. આય.એચ.દેસાઇ તથા સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન અ.હેઙકો શ્રવણકુમાર તથા નિકુંજકુમાર નાઓને સંયુકત બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે “અજયભાઇ ગણેશભાઇ મરાઠી હાલ રહે. બારેજડી ફાટક પાસે તા.જી. અમદાવાદ નાનો ચકલાસી પોલીસ સ્ટેશનના ગુર.નં. ૧૧૨૦૪૦૧૭૨૪૦૪૨૪/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનામાં નાસતો ફરતો છે.

સદર આરોપી હાલ કબ્રસ્તાન ચોકડી પાસે ઉભો છે અને તેણે શરીરે કાળા કલરનુ શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે. જે બાતમી આધારે સદર ઇસમને પકડી ગુના સબંધે પુછપરછ કરતા પોતે ગુનાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરેલ તથા આરોપી અગાઉ ઘણા ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ છે.

જેથી સદર આરોપીને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫ (૧)(જે) મુજબ અટક કરી આગળની વધુ તપાસ સારુ ચકલાસી પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓ ઃ અજયભાઇ ગણેશભાઇ મરાઠી ઉવ/૨પ રહેવાસી હાલ બારેજડી રેલ્વે ફાટક પાસે આવેલ મકાનો ભાડાના મકાનમાં મુળ રહે. મહેમદાવાદ જી.ઇ.બી.બોર્ડના બાજુમાં તા. મહેમદાવાદ જી. ખેડા

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.