બ્યૂટી પાર્લરથી ઘરે આવી રહેલી બે સગી બહેનો પર હુમલો

વરરાજાઓએ લગ્નનો ઇનકાર કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા
બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વરરાજા અને જાનૈયાઓને સમજાવવાના પ્રયાસ કર્યા હતા
મથુરા,ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના કર્ણાવલ ગામમાં એક નાનો રોડ અકસ્માત હિંસક અથડામણમાં પરિણમ્યો હતો. વાત એટલી હદે વધી ગઈ કે, દલિત પરિવારની બે સગી બહેનાના લગ્ન પણ તૂટી ગયા હતા. સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે, શુક્રવારે બંને બહેનો તેમના પરિવાર સાથે બ્યુટી પાર્લરથી પરત ફરી રહી હતી ત્યારે તેમની કારે એક બાઈકને ટક્કર મારી હતી. ત્યારબાદ મોટરસાઇકલ પર સવાર કર્ણાવલ ગામના રહેવાસી લોકેશ, રોહતાશ અને સતીષે કારમાં સવાર લોકો સાથે દલીલ શરૂ કરી હતી.
ત્રણેયે કથિત રીતે બંને બહેનોને કારમાંથી બહાર કાઢીને હુમલો કર્યાે હતો. એટલાથી પણ તેમને સંતોષ ના થયો અને બંને બહેનોના ચહેરા પર કાદવ ફેંક્યો હતો. જ્યારે દુલ્હનના પરિવારને હુમલાની જાણ થઈ ત્યારે તેઓ કેટલાક ‘જાનૈયાઓ’ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. જો કે, મામલો થાળે પડવાને બદલે વધુ બિચક્યો અને ઘર્ષણ વધ્યું હતું, જેમાં દુલ્હનના પિતા સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા.આ દરમિયાન સતીષ અને કેટલાક અન્ય લોકો ટ્રેક્ટર-ટ્રોલીમાં આવ્યા અને બે વાહનોને ટક્કર મારી હતી.
ત્યારબાદ તેમણે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરનારા મહેમાનો પર પણ હુમલો કર્યાે હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વરરાજા અને જાનૈયાઓને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. તેમ છતાં વરરાજા ના માન્યા અને લગ્ન માટે ઈન્કાર કર્યાે હતો. પોલીસે જણાવ્યું હતું કે, ૧૫ વ્યક્તિઓ અને ઘણા અજાણ્યા લોકો સામે રમખાણો, ઘાતક હથિયારો વડે હુમલો, બંધક બનાવવા, લૂંટ, હત્યાનો પ્રયાસ, મિલકતને નુકસાન અને જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ જેવા આરોપો હેઠળ કેસ નોંધીને પાંચની ધરપકડ કરવામાં આવી છે.ss1