Western Times News

Gujarati News

‘જે રશિયાનું સમર્થન કરશે તેને અમારા દેશમાં પ્રવેશ નહીં’ : બ્રિટન

બ્રિટનના વડાપ્રધાનનો મોટો નિર્ણય

બ્રિટન સરકારે કહ્યું કે, પ્રતિબંધોમાં રશિયન સરકારના ઉચ્ચ સ્તર સુધી પહોંચ ધરાવતા વ્યક્તિઓનો પણ સમાવેશ થશે

લંડન,રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાના બરાબર ત્રણ વર્ષ બાદ જાહેર થનારા નવા પ્રતિબંધો હેઠળ, બ્રિટન એવા વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકશે જેઓ રશિયાને મહત્વપૂર્ણ સહાય પૂરી પાડે છે અથવા તેમની સંપત્તિ રશિયાને ચૂકવવાની બાકી છે.બ્રિટન સરકારે કહ્યું કે, ‘પ્રતિબંધોમાં રશિયન સરકારના ઉચ્ચ સ્તર સુધી પહોંચ ધરાવતા વ્યક્તિઓનો પણ સમાવેશ થશે.

તેમાં કેટલાક વરિષ્ઠ રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થઈ શકે છે.’બ્રિટિશ સુરક્ષા મંત્રી ડેન જાર્વિસે જણાવ્યું કે, ‘નવા પગલાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના યુદ્ધ પ્રયાસોને ટેકો આપતા રશિયન સમર્થન સામે બ્રિટનના હાલના પ્રતિબંધોને પૂરક બનાવશે.’બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર ગુરુવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરવા માટે વોશિંગ્ટન જશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.