Western Times News

Gujarati News

જેનિફર લોપેઝની ફિલ્મ સૌથી વધુ ખરાબ ફિલ્મ માટે રેઝી એવોર્ડમાં નોમિનેશન

જેનિફર લોપેઝના વળતાં પાણી

૫૫ વર્ષની જેનિફર લોપેઝની કરિયર અને પર્સનલ લાઈફમાં આવો પડકારજનક સમય અગાઉ ક્યારેય આવ્યો નથી

મુંબઈ,
જેનિફર લોપેઝને ફિલ્મ ‘કિસ ઓફ ધ સ્પાઈડર વુમન’ સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હિટ રહી છે, પરંતુ એકંદરે તેનો ખરાબ સમય ચાલી રહ્યો છે. બેન એફલેક સાથે છૂટાછેડાના કારણે અંગત જીવનમાં તકલીફો છે જ્યારે પ્રોફેશનલ લેવલ તેને ગોલ્ડન રાસબેરી ‘રેઝી’ એવોર્ડમાં વર્ષની સૌથી વધુ ખરાબ ફિલ્મ માટે નોમિનેટ કરાઈ છે. જેનિફરે પ્રોડ્યુસ કરેલી ‘ધીઝ ઈઝ મી નાઉ’ની પણ ટીકાઓ થઈ રહી છે. આટલું ઓછું હોય તેમ ટિકિટ્‌સ ઓછી વેચાતા જેનિફરની ટૂર પણ કેન્સલ થઈ રહી છે.

૫૫ વર્ષની જેનિફર લોપેઝની કરિયર અને પર્સનલ લાઈફમાં આવો પડકારજનક સમય અગાઉ ક્યારેય આવ્યો નથી. હાલ તો જેનિફર જાહેરમાં પોતાનું ખરાબ ન દેખાય એટલે બાળકોને સમય આપવા ટૂર કેન્સલ કરી હોવાનો દાવો કરે છે. જેનિફરની નિકટના સૂત્રોનું માનવું છે કે, બેન એફલેક સાથેના છૂટાછેડાની વિપરિત અસર પડી હોવાનું લોપેઝ પોતે માને છે. વીતેલું વર્ષ જીવનમાં સૌથી વધુ કપરું હોવાનું તેને લાગે છે. વળી, રેઝી એવોર્ડમાં નોમિનેશન મળતાં ખૂબ મજાક ઊડી છે.

દર વર્ષે ખરાબ ફિલ્મ માટે ‘રેઝી’ એવોર્ડ અપાય છે અને આ એવોર્ડમાં સ્થાન મળવાનું ફિલ્મમેકર્સ માટે અપમાન સમાન છે. અંગત જીવનમાં તકલીફો વચ્ચે જેનિફર લોપેઝે પોતાનું ધ્યાન કામમાં પરોવ્યું હતું. તેની ફિલ્મ ‘કિસ ઓફ ધ સ્પાઈડર વૂમન’માં જેનિફરે પ્રેમની વાત કરી હતી. પ્રમોશન ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતાની સ્ટ્રગલની વાત કરી હતી. અંગત જીવનના સંઘર્ષ ચડતી-પડી અને તેમાંથી ઊભા થઈને આગળ વધવાની ક્ષમતાને ફિલ્મમાં દર્શાવાઈ હોવાનો દાવો તેણે કર્યાે હતો.

બેન એફલેક સાથે ડિવોર્સ નક્કી થયાના થોડા દિવસોમાં જ જેનિફરે ફરી પ્રેમમાં પડવાની ઈચ્છા દર્શાવી હતી અને પ્રેમ વગર જીવન અધૂરું હોવાનું કહ્યું હતું. બેન એફલેક સાથે છૂટા પડ્યા પછી પણ જેનિફર લોપેઝ તેને ભૂલવા માગતી નથી. બેનની નજીક રહી શકાય તે હેતુથી જ જેનિફર નવું મકાન શોધી રહી છે. છૂટાછેડાથી પોતાને કોઈ અસર નથી થઈ, તેવું બતાવવા લોપેઝ પ્રયાસ કરે છે, પરંતુ એફલેક સાથે ફરી ભેગા થવાની શક્યતા નકારી શકતી નથી. અંગત જીવનની તકલીફો વચ્ચે જેનિફર લોપેઝને રેઝી એવોર્ડમાં નોમિનેટ કરાતા તેની વ્યથામાં વધારો થયો છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.