ફિલ્મમાં આ સ્થિતિ રમૂજી લાગે છે વાસ્તવિક જીવનમાં પ્રણય ત્રિકોણ મજા નહીં, સજા છેઃ અર્જુન

સિંગલ વ્યક્તિને કોઈ તકલીફ નથી
આ ફિલ્મમાં અર્જુન કપૂરે પ્રણય ત્રિકોણમાં અટવાયેલા પતિનો રોલ કર્યાે છે.
મુંબઈ,
અજય દેવગન સાથે મલ્ટિસ્ટાર ફિલ્મ સિંઘમ અગેઈનમાં ખૂંખાર વિલન ડેન્જર લંકાના રોલ પછી અર્જુન કપૂર રોમેન્ટિક કોમેડી સાથે મોટા પડદે આગમન કરી રહ્યો છે. રકુલ પ્રીત અને ભૂમિ પેડનેકર સાથે અર્જુન કપૂરની આગામી ફિલ્મ મેરે હસબન્ડ કી બીવી શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અર્જુન કપૂરે પ્રણય ત્રિકોણમાં અટવાયેલા પતિનો રોલ કર્યાે છે. ફિલ્મની સ્ટોરીમાં આ સ્થિતિ રમૂજી લાગે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં પ્રણય ત્રિકોણને અર્જુન કપૂરે સજા સમાન ગણાવ્યો છે.
‘મેરે હસબન્ડ કી બીવી’માં અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંઘના લગ્નની તૈયારીઓ ચાલ રહી છે. દરમિયાન તેની પૂર્વ પત્ની ભૂમિ પેડનેકરને એમ્નેશિયાની બીમારી થાય છે, જેમાં તે ભૂતકાળ ભૂલવા માંડી છે. તેને અર્જુન કપૂર સાથે છૂટાછેડાની ઘટના સહિતની વાતો યાદ રહી નથી. આ સ્થિતિમાં અર્જુન અને રકુલે ભૂમિની મદદ કરવા પ્રયાસ શરૂ કર્યા છે, પરંતુ તેના કારણે ત્રણેયના જીવનમાં મોટી ઊથલ-પાથલ આવે છે. અર્જુન કપૂરે કહ્યું હતું કે, આ સિચ્યુએશનમાં બિચારા સાથે જે થયું છે અને યાદશક્તિ ગુમાવી દેતાં તેનો ભૂતકાળ પાછો ફર્યાે છે, તે જોવાની પડદા પર મજા આવે છે.
વાસ્તવિક જીવનમાં કોઈ આવી સ્થિતિમાં ફસાયુ હોય તો હાલત ખરાબ થઈ જાય છે. બંને બાજુ સાચવવાની પળોજણમાં વ્યક્તિ ખૂબ હેરાન થાય છે. આ સ્થિતિ સારી નથી. આ પરિસ્થિતિમાં વ્યક્તિની લાગણીઓ દુભાવાનું નિશ્ચિત છે. કોઈ વ્યક્તિ સિંગલ હોય તો પરિસ્થિત સાવ અલગ છે. કોઈની સાથે રિલેશનશિપમાં હોય તો સ્થિતિ અલગ રહે છે. સિંગલ વ્યક્તિને મજા આવી શકે, રિલેશનશિપમાં હેરાન થવું પડે છે. ss1