ડિપોર્ટેશન ઝડપી બનાવવા લોસ એન્જલસમાં નવેસરથી કાર્યવાહી

અમેરિકામાં શરૂઆતમાં તો ડિપોર્ટેશનની ગતિ ઝડપ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ધીમું પડી ગયું હતું
વોશિંગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦ જાન્યુઆરીએ અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધાના તુરંત બાદ ડિપોર્ટેશન અભિયાન શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં તો ડિપોર્ટેશનની ગતિ ઝડપ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ધીમું પડી ગયું હોય તેવું લાગી રહ્યું હતું અને તેના કારણે ટ્રમ્પ અને બોર્ડર ઝાર ટોમ હોમન નાખુશ હોવાના રિપોર્ટ પણ હતા.
જોકે, હવે ડિપોર્ટેશન ઝડપી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને તેના માટે લોસ એન્જલસ વિસ્તારમાં નવા ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ઓપરેશન્સ શરૂ કરવામાં આવ્યા છે. ઝ્રદ્ગદ્ગના રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી લખવામાં આવ્યું છે કે યુએસ ઈમિગ્રેશન ઓફિશિયલ્સે રવિવારે લોસ એન્જલસ વિસ્તારમાં એન્ફોર્સમેન્ટ ઓપરેશન્સનો નવો રાઉન્ડ શરૂ કર્યો છે. સાઉથ કેલિફોર્નિયામાં આ નવો પ્રયાસ શિકાગો અને ન્યૂયોર્ક જેવા સ્થળોએ ઈલીગલી રહેતા લોકોને પકડવા માટે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા ઓપરેશનનો ભાગ છે.
કોમ્યુનિટી એક્ટિવિસ્ટ્સ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં લોસ એન્જલસના ડાઉનટાઉનની પૂર્વમાં એક રેસિડેન્સની બહાર ફેડરલ એજન્ટો ભેગા થયેલા જોવા મળે છે. વિડીયોમાં એક્ટિવિસ્ટ્સને ઘરની અંદર રહેલા લોકો સાથે વાતચીત કરવા માટે મેગાફોનનો ઉપયોગ કરતાં જોઈ અને સાંભળી શકાય છે. એક એક્ટિવિસ્ટ મેગાફોન પર કહેતા સાંભળી શકાય છે કે અહીં એજન્ટ્સ છે અને તેથી તમારા ઘરના દરવાજા ખોલશો નહીં.
જ્યાં સુધી તેમની પાસે જજ દ્વારા સાઈન કરવામાં આવેલા જ્યુડિશિયલ વોરંટ ન હોય ત્યાં સુધી તેમને ઘરની અંદર આવવાની મંજૂરી નથી. આ વિડીયોમાં લગભગ ૨૦ મિનિટ સુધીની ઘટના કેદ કરવામાં આવી છે. જેમાં અંતે ફેડરલ એજન્ટોના વાહનો ત્યાંથી જતાં રહે છે. જોકે, રવિવારના ઓપરેશનના ભાગ રૂપે કેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી.
અગાઉ સૂત્રોએ ઝ્રદ્ગદ્ગને જણાવ્યું હતું કે, યુએસ ઈમિગ્રેશન અધિકારીઓ લોસ એન્જલસ વિસ્તારમાં ઈલીગલ ઈમિગ્રન્ટ્સની અટકાયત કરવા અને તેમને ડિપોર્ટ કરવા માટે એન્ફોર્સમેન્ટ એક્શન લેવાની યોજના બનાવી રહ્યા છે. કોમ્યુનિટી સેલ્ફ ડિફેન્સ કોલિશનના લગભગ ૧૫૦ કાર્યકરો દિવસભર લોસ એન્જલસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તેમ ગ્રુપના એક સભ્યએ ઝ્રદ્ગદ્ગને જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ અધિકારીઓને ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન, બ્યુરો ઓફ આલ્કોહોલ, ટોબેકો, ફાયરઆર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવ્સ; હ્લમ્ૈં અને યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન જેવી એજન્સીઓ દ્વારા મદદ મળશે તેવી અપેક્ષા હતી.
લોસ એન્જલસ પણ કેલિફોર્નિયા, કોલોરાડો અને ઈલિનોયના ડેમોક્રેટિક નેતૃત્વવાળા શહેરોમાંનું એક છે. લોસ એન્જલસે પણ સેન્ક્ચ્યુરી પોલિસીસ શરૂ કરી છે. સેન્ક્ચ્યુરી પોલિસીથી આ શહેરો ઈલીગલ ઈમિગ્રન્ટ્સનું રક્ષણ કરી શકે છે અને તેની મદદથી આ શહેરો ફેડરલ ઈમિગ્રેશન અધિકારીઓના માઈગ્રન્ટ્સની ધરપકડ, અટકાયત અથવા માહિતી એકત્રિત કરવાના પ્રયાસોમાં સહયોગ આપતા નથી.
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ અને ટોમ હોમન આવા શહેરોને અગાઉ ચેતવણી આપી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈમિગ્રેશન એરેસ્ટની ગતિ ધીમી હોવાની હતાશા વચ્ચે ૈંઝ્રઈના કાર્યકારી ડિરેક્ટર કેલેબ વિટેલોને એજન્સીમાંથી તેમના પદ પરથી દૂર કર્યા બાદ આ વધારો પ્રથમ વખત થયો છે. ડિપોર્ટેશનના લેવલથી નાખુશ હોવાનો જાહેરમાં ઈનકાર કરવા છતાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટોચના ઈમિગ્રેશન સહાયકોને ખાનગીમાં આ અંગે ફરિયાદ કરી હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ટ્રમ્પે જ આ પદ માટે વિટેલોને પસંદ કર્યા હતા. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ૨૦ જાન્યુઆરીએ પ્રેસિડેન્ટના શપથગ્રહણ પછી તરત જ ઈમિગ્રેશન કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ૧૪,૦૦૦થી વધુ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે, એમ બોર્ડર ઝાર ટોમ હોમને ૧૧ ફેબ્રુઆરીએ જણાવ્યું હતું. શિકાગો કેટલાક ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એક્શનમાંથી પસાર થનારા પ્રથમ શહેરોમાંનું એક હતું.
ત્યારબાદ એટલાન્ટા, પ્યુઅર્ટો રિકો, કોલોરાડો, અને ટેક્સાસમાં પણ ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એક્શન નોંધાઈ હતી. ગયા સોમવારે બોર્ડર ઝાર ટોમ હોમને ૨૪ કલાકના સમયગાળામાં ૨૨૯ બોર્ડર એન્કાઉન્ટર રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયું હોવાનું કહ્યું હતું અને જણાવ્યું હતું કે જ્યાં સુધી અમેરિકા પ્રત્યેક ક્રિમિનલ માઈગ્રન્ટને “હાંકી” નહીં કાઢે ત્યાં સુધી તેઓ સંતુષ્ટ નહીં થાય.
ફોક્સ ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં ટોમ હોમને જણાવ્યું હતું કે, છેલ્લી ગણતરી મુજબ અમેરિકામાં લગભગ ૬,૦૦,૦૦૦ ઈલીગલ ઈમિગ્રન્ટ્સ ક્રિમિનલ કÂન્વક્શન સાથે મળી આવ્યા હતા, તેથી જ્યાં સુધી આપણે તેમાંથી દરેકને હાંકી નહીં કાઢીએ ત્યાં સુધી તેઓ ખુશ નહીં થાય. જોકે, તેની સાથે હોમને તે પણ કહ્યું હતું કે, ધરપકડના આંકડાઓથી તેઓ ખુશ નથી. તેમણે કહ્યું હતું કે, ૈંઝ્રઈ સારું કરી રહ્યું છે. પરંતુ જેટલી ધરપકડ કરવામાં આવી છે તેનાથી તેઓ ખુશ નથી કેમ કે હજી ઘણા બધા ક્રિમિનલ્સને શોધી કાઢવાના છે.