MP મહાકુંભમાંથી પરત આવતાં છ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા
આ તમામ પીડિતો પ્રયાગરાજથી પરત ફરી રહ્યા હતા અને જબલપુર થઈને કર્ણાટક જઈ રહ્યા હતા
જબલપુર, મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં જીપ અને ખાનગી વચ્ચે ભીષણ ટક્કર થવાને લીધે સોમવારે સવારે છ લોકોના મોત થયા છે અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. આ લોકો પ્રયાગરાજમાં મહાકુભમાંથી પવિત્ર સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. તમામ પીડિતો કર્ણાટકના બેલગાવી જિલ્લાના ગોકક તાલુકાના રહેવાસી હતા. પોલીસના કહેવા મુજબ, એ ૧૮મી ફેબ્›આરીએ ઉત્તરપ્રદેશન પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં જવા માટે ગોકકથી નીકળ્યા હતા. જબલપુર કલેક્ટર દીપક સક્સેનાએ કહ્યું કે, આ દુર્ઘટના ખિતૌલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પહરેવા ગામની પાસે એ સમયે બની જ્યારે કર્ણાટક પાસિંગની જીપ પ્રયાગરાજથી પરત ફરી રહી હતી.
જીપના ડ્રાઇવરે કંટ્રોલ ગુમાવ્યો અને વાહન પહેલા ડિવાઇડર પરના એક વૃક્ષ સાથે ટકરાઇ હતી, પછી હાઇવે પર બીજી તરફથી આવી રહેલી ખાનગી બસ સાથે ટકરાઇ હતી. છ લોકોના ઘટનાસ્થળ પર મોત થયા છે. એક પોલીસ અધિકારીના કહેવા મુજબ ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય બે શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર પછી જબલપુર મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. આ તમામ પીડિતો પ્રયાગરાજથી પરત ફરી રહ્યા હતા અને જબલપુર થઈને કર્ણાટક જઈ રહ્યા હતા. મૃતકોમાં બાલચંદ્ર ગૌદર, સુનીલ શેદાશલે, બસવરાજ કુર્ની, બસવરાજ દોડ્ડામની, ઈરન્ના શેબિનકટ્ટી અને વિરુપાક્ષ ગુમાટ્ટી સામેલ છે.SS1