ઇઝરાયેલે ૨૦૦૨ પછી પ્રથમવાર વેસ્ટ બેન્કમાં ટેન્કો મોકલી

ઇઝરાયેલે ૨૧ જાન્યુઆરીએ ઉત્તર વેસ્ટ બેન્કમાં વ્યાપક આક્રમણ શરૂ કર્યું હતું
આર્મીને વેસ્ટ બેન્કના કેટલાક શહેરી શરણાર્થી શિબિરોમાં લાંબા રોકાણ માટે તૈયાર રહેવા સૂચના આપી છે
જેનિન,ગાઝામાં યુદ્ધવિરામ ચાલુ હોવા છતાં ઇઝરાયેલે પેલેસ્ટાઇનના તેના કબજા હેઠળના વેસ્ટ બેન્કમાં ૨૦૦૨ પછી પ્રથમ વખત ટેન્કો મોકલી છે અને આગામી વર્ષ સુધીમાં આ વિસ્તારમાં સૈનિકો રાખવાની યોજના જાહેર કરી છે. કેટલીક ટેન્કો જેનિનમાં જતી જોવા મળી હતી. આ પ્રદેશ ઇઝરાયેલ સામેના સશસ્ત્ર સંઘર્ષનું લાંબા સમયનું કેન્દ્રબિંદુ રહ્યું છે. ઇઝરાયેલે જણાવ્યું હતું કે તે પેલેસ્ટિનિયન પ્રદેશ પર તેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી રહ્યું છે અને આતંકવાદને ડામવા માટે પ્રતિબદ્ધ છે. ઇઝરાયેલે ૨૧ જાન્યુઆરીએ ઉત્તર વેસ્ટ બેન્કમાં વ્યાપક આક્રમણ શરૂ કર્યું હતું.
પેલેસ્ટિનિયનો આવા હુમલાઓને પ્રદેશ પર ઇઝરાયેલના અંકુશને મજબૂત કરવાના પ્રયાસના ભાગ રૂપે જુએ છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે જણાવ્યું હતું કે તેમણે અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લશ્કરને વેસ્ટ બેન્કમાં તુલકારેમ શરણાર્થી શિબિરમાં અને તમામ શરણાર્થી શિબિરોમાં આતંકવાદને નિષ્ફળ બનાવવા માટે કાર્યવાહીમાં વધારો કરવાનો આદેશ આપ્યો છે. તેમણે આર્મીને વેસ્ટ બેન્કના કેટલાક શહેરી શરણાર્થી શિબિરોમાં લાંબા રોકાણ માટે તૈયાર રહેવા સૂચના આપી છે.SS1