સૂરજ બરજાત્યાની ફિલ્મમાં શર્વરી અને આયુષ્યમાનની જોડી

આયુષ્યમાન બરજાત્યાના પ્રેમનો નવો ચહેરો
શર્વરીએ આલિયા ભટ્ટ સાથેની એક્શન ફિલ્મ ‘આલ્ફા’ અને ‘વેદા’ પછી સૂરજ બરજાત્યાની ફિલ્મમાં કામ શરૂ કર્યું હોવાની ચર્ચા છે
મુંબઈ,
શર્વરીએ આલિયા ભટ્ટ સાથેની એક્શન ફિલ્મ ‘આલ્ફા’ અને ‘વેદા’ પછી સૂરજ બરજાત્યાની ફિલ્મમાં કામ શરૂ કર્યું હોવાની ચર્ચા છે. સૂરજ બરજાત્યા ‘હમ સાથ સાથ હૈ’, ‘હમ આપકે હૈ કૌન’, ‘મેને પ્યાર કિયા’ અને ‘મેં પ્રેમ કી દિવાની હું’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે, પારિવારીક વિષયો સાથેની લોકપ્રિય ફિલ્મો માટે જાણીતા બરજાત્યાએ હવે આગામી ફિલ્મ માટે શર્વરીને પસંદ કરી છે.કેટલાંક અહેવાલો મુજબ સૂરજ બરજાત્યના આ રોલ માટે જરૂરી દરેક માંગમાં શર્વરી બંધ બેસે છે. શર્વરી એક રોમેન્ટિક ફિલ્મમાં નાદાન અને બહુ મજબૂત ન હોય તેવા પાત્રથી દર્શકોને સ્પર્શી લેવા સક્ષમ છે. સૂત્રના જણાવ્યા અનુસાર, “છેલ્લાં એક વર્ષથી ઇન્ડસ્ટ્રી શર્વરીના વખાણ કરતાં થાકતી નથી અને હવે સૂરજ બરજાત્યા જેવા ડિરેક્ટરે તેના પર પસંદગી ઉતારી છે.
તેનાથી સાબિત થાય છે કે તેના પર શ્રેષ્ઠ નવી એક્ટ્રેસ તરીકેની મહોર લાગી ગઈ છે.”ડિસેમ્બર ૨૦૨૪માં જાહેરાત થઈ હતી કે, આયુષ્યમાન બરજાત્યાના પ્રેમનો નવો ચહેરો હશે. આ પહેલાં પ્રેમ તરીકે સલમાન ખાન, શાહિદ કપૂર અને સોનુ સૂદ જોવા મળ્યા છે. આવનારી નવી ફિલ્મ માટે બરજાત્યા નવા ચહેરાની શોધમાં હતા. કોઈ એવું જોઈતું હતું જે ફેમિલી ઓડિયન્સને અપીલ કરી શકે અને અંતે આયુષ્યમાનની પસંદગી કરવામાં આવી હતી. હવે ફિમેલ લીડ તરીકે શર્વરીની પસંદગી કરવામાં આવી છે, ત્યારે હવે પહેલી વખત આયુષ્યમાન અને શર્વરીની જોડી રોમેન્ટિક રોલમાં જોવા મળશે. SS1