તમન્ના, સોનાલી બેન્દ્રે અને બોની કપૂરે કુંભ સ્નાનનો લાભ લીધો

પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું શિવરાત્રિએ સમપાન થઈ રહ્યું છે
તમન્ના, સોનાલી બેન્દ્રે અને બોની કપૂરે કુંભ સ્નાનનો લાભ લીધો, આ દુર્લભ તક બદલ ભગવાનનો આભાર માન્યો
તમન્ના ભાટિયા શિવ ભક્ત સાધુના રોલમાં દુષ્ટોનો સંહાર કરશે
મુંબઈ,
પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું શિવરાત્રિએ સમપાન થઈ રહ્યું છે. છેલ્લા દિવસો દરમિયાન સંગમ તીર્થ ખાતે સ્નાન કરવા સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ સેલિબ્રિટીઝ પણ ઊમટી રહ્યા છે. તમન્ના ભાટિયા, સોનાલી બેન્દ્રે અને બોની કપૂરે સંગમ સ્નાનને જીવનનો દુર્લભ અનુભવ ગણાવ્યો હતો. તમન્નાએ સંગમ તિર્થની પવિત્ર ધરા પરથી આગામી ફિલ્મના પ્રમોશનની પણ શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તમન્ના ભાટિયાએ શિવ ભક્ત નાગા સાધુનો રોલ કર્યાે છે, જે દુષ્ટોના સંહાર માટે હથિયાર ઉપાડે છે. તમન્ના ભાટિયાએ મહાકુંભ મેળાનો વીડિયો શેર કરતી પોસ્ટમાં કહ્યું હતું કે, આ પવિત્ર સ્થળ પર હજારો લોકો ભેગા થઈ રહ્યા છે અને કષ્ટ દૂર કરવા પ્રાર્થના કરી રહ્યા છે. આવો આધ્યાત્મિક અનનુભવ જીવનમાં અત્યંત દુર્લભ છે. સ્નાનની સાથે તમન્નાએ પોતાની આગામી તેલુગુ ફિલ્મ ‘ઓડેલા ૨’નું ટીઝર લોન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં તમન્નાએ નાગા સાધુ શિવ શક્તિનો રોલ કર્યાે છે.
ભગવાનના ચરણોમાં સમગ્ર જીવન અર્પણ કરવા છતાં શિવ શક્તિને હથિયાર ઊઠાવવાની ફરજ પડે છે. પૃથ્વી પર દુષ્ટોના અત્યાચાર વધતાં સામાન્ય માનવીઓ માટે સાધુઓ સંરક્ષક બને છે. કુંભ મેળા દરમિયાન નાગા સાધુઓના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સુકતા રહેતી હોય છે અને તેમના માટે સમાજમાં ભારે આદર છે. ભગવાન શિવની ભક્તિ સાથે નાગા સાધુની ઉપસ્થિતિ સંગમ તિર્થમાં જોવા મળે છે ત્યારે તમન્નાએ પોતાની ફિલ્મના પ્રમોશનની શરૂઆત પણ આ પ્રસંગે કરી છે. તમન્નાએ ટીઝર શેર કરતા પોસ્ટમાં કહ્યું હતું કે, દુષ્ટોના અત્યાચાર વધે છે ત્યારે દૈવી શક્તિ આવે છે અને આ ભૂમિ તથા વારસાનું રક્ષણ કરે છે. તમન્નાની કુંભ યાત્રામાં ધર્મની સાથે પ્રોફેશનલ એંગલ પણ હતો. જ્યારે સોનાલી બેન્દ્રે અને બોની કપૂર માત્ર આધ્યાત્મિક લાભ લેવા મહાકુંભ મેળામાં પહોંચ્યા હતા. સોનાલીની સાથે તેનો પતિ બોની કપૂર હતો, જ્યારે બોની કપૂરની સાથે ખુશી કે જાન્હવી જોવા મળ્યા ન હતા. સોનાલી અને બોનીએ પણ તમન્નાની જેમ કુંભ સ્નાનના અનુભવને અવર્ણનીય કહ્યો હતો. SS1