ચારધામ યાત્રા ૩૦ એપ્રિલથી શરુ થશેઃ રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો?

તેની મંજૂરી મળ્યા બાદ રજીસ્ટ્રેશનને આધાર કાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા શરુ થઈ જશે
ઉત્તરાખંડ, ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા આ વર્ષે ૩૦ એપ્રિલથી શરુ થઈ રહી છે. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ ૧૧ માર્ચથી શરુ થઈ જશે. આ વકતે યાત્રાનું રજીસ્ટ્રેશન પ્રક્રિયાને આધાર કાર્ડ સાથે જોડવાની તૈયારી ચાલી રહી છે.
આ જ ક્રમમાં માહિતી ખાતા દ્વારા આધાર કાર્ડને આ પ્રક્રિયા સાથે જોડવાની પ્રક્રિયા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. તેની મંજૂરી મળ્યા બાદ રજીસ્ટ્રેશનને આધાર કાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા શરુ થઈ જશે. જો કે તેમાં કમસે કમ મહિનાભરનો સમય લાગી જશે. આ પહેલ યાત્રા દરમ્યાન સુરક્ષા અને વ્યવસ્થા જાળવી રાખવામાં મદદ કરશે.
અહીં ઉલ્લેખનિય છે કે ચારધામ યાત્રા ૩૦ એપ્રિલના રોજ ગંગોત્રી તથા યમુનોત્રી ધામના કપાટ ખુલવાની સાથે શરુ થશે અને યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૧૧ માર્ચથી શરુ થશે. ગત વર્ષે ચારધામ યાત્રામાં ૪૬ લાખથી વધારે લોકો પહોંચ્યા હતા. ગત વખતે યાત્રાની શરુઆતમાં રજીસ્ટ્રેશનમાં કેટલીય તકલીફો સામે આવી હતી. જેનાથી યાત્રીઓનું આખું શિડ્યૂલ ખરાબ થઈ ગયું હતું. મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન વિના યાત્રીઓ પહોંચતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ગત વખતની ખામીઓને જોતા આ વખતે ચારધામ યાત્રા માટે ૬૦ ટકા ઓનલાઈન અને ૪૦ ટકા ઓફલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા સુચારુ રીતે ચલાવવા માટેનો નિર્ણય લેવાયો છે.
ઓફલાઈન રજીસ્ટ્રેશન યાત્રા શરુ થવાના ૧૦ દિવસ હેલા થશે, તો વળી ઓનલાઈન રજીસ્ટ્રેશન ૧૧ માર્ચથી શરુ થઈ જશે.